Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગોંડલમાં ઘરેથી નિકળ્યા બાદ જયેશ ઉર્ફે જનક લાપતાઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. ૧૭: ગોંડલના ઉમવાડા ફાટક પાસે ગુલાબનગરમાં રહેતો સગીર પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા ગોંડલ સીટી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગોંડલના ઉમવાડા ફાટક પાસે ગુલાબનગર કેનાલ પાસે રહેતો જયેશ ઉર્ફે જનક દિનેશભાઇ મકવાણા (ઉ.વ. ૧૭) ગત તા. ૧૩ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતા દિનેશભાઇ એ પોલીસને જાણ કરતા ગોંડલ સીટી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ એ. એમ. ઠાકોરે તપાસ હાથ ધરી છે.

(12:22 pm IST)