Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો ઉપાય માત્ર પ્રાકૃતિક ખેતી છે

પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની કાર્યશાળાનો આરંભ

જૂનાગઢ તા.૧૭ : આજ રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પદ્મશ્રી સુભાષપાલેકર પ્રાકૃતિક ખેતી અધિવેશનનો આરંભ થયો હતો.પ્રાકૃતિક ખેતીના જનક અને પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે તેમણે જણાવ્યું હતું.

ભારત સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે તેનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.

સુભાષપાલેકર પ્રાકૃતિક ખેતી અધિવેશનમાં સ્વાગત પ્રવચન પ્રફુલભાઈ સેજલીયા એ કર્યું હતું. તેમણે આજે યોજાયેલા અધિવેશનમાંને પ્રાકૃતિક ખેતીનો શિક્ષણ વર્ગ અને જ્ઞાન યજ્ઞ કહયો  હતો.

આજ રોજ કૃષિયુનિવર્સિટીમાં સુભાષપાલેકર પ્રાકૃતિક કાર્યશાળામાં વી.પી.ચોવટીયા,વી.વી.રાજાણી, ડો.કે.એ.ખૂટ,દીક્ષીત પટેલ,જે.કે.ઠેસિયા, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સહિતના અધિકારીઓ અને ગુજરાતભરમાંથી ખેડૂત ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:22 pm IST)