Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જામનગર : ટ્રાફિકના નવા નિયમોને લઈ ખૂદ ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરવા ઉમટ્યા

જામનગર,તા.૧૭:જામનગરમાં નવા ટ્રાફિક નિયમોનો અનેક વાહનચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધમાં હવે ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ જોડાયા છે.જામનગરમાં ભાજપના એક કાર્યકરે ટ્રાફિક પોઇન્ટ પરથી જ વીડિયો વાયરલ કરી સરકારને આડેહાથ લીધી છે. ભાજપના કાર્યકરે જણાવ્યું કે સરકાર નિયમોની ફેરવિચારણા કરે.

૫૦૦ રૂપિયાના હેલ્મેટ આજે ૨ હજાર રૂપિયામાં મળે છે.સરકાર પહેલા લોકોને પૂરતા હેલ્મેટ પૂરા પાડે પછી નિયમો બનાવે. એક તરફ મંદીને કારણે ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે.લોકો પાસે પૈસા નથી.ત્યારે તે દંડની તોતિંગ રકમ કેવી રીતે ભરી શકે. ભાજપના આ કાર્યકર્તાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે.

(12:26 pm IST)