Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

માળીયા-કચ્છ હાઇવે પર કારમાંથી ૩૪૮ બોટલ દારૂનો જથ્થો પકડાયો

ગાંધીધામના હેમત રાઠોડની ધરપકડઃ મોરબી એલસીબીનો દરોડો

મોરબી, તા.૧૭: માળિયા- કચ્છ હાઈવે પરથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તો અન્ય એક આરોપી હાજર નહિ મળી આવતા મોરબી એલ.સી.બી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા-કચ્છ હાઈવે પરથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ટીમે વોચ ગોઠવીને માળિયા કચ્છ હાઈવે પર આવેલ નવજીવન હોટલ સામેથી પસાર થતી સ્વીફટ કાર નં. જીજે ૨૪ એ ૮૧૦૭ વાળીને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૮ કીમત રૂ.૧,૭૪,૦૦૦, મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ અને સ્વીફટ કાર કીમત રૂ.૩,૦૦,૦૦૦ કુલ મુદામાલ ૪,૭૯,૫૦૦ સાથે આરોપી હેમત અરજણભાઈ રાઠોડ રહે-પલાસવા, ગાંધીધામ-કચ્છ વાળાને ગેરકાયદેસર દારૂની હેરાફેરી હાજર મળી આવ્યો હતો તો અન્ય આરોપી રામજીભાઈ મકવાણા હાજર નહિ મળી આવતા મોરબી એલ.સી.બી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:17 pm IST)