Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભાવનગરમાં ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવા માટે હુમલો

ભાવનગર તા. ૧૭: ભાવનગરમાં પત્નીએ કરેલ ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરી હુમલો કરી માર માર્યાની અને પતિનાં મામાજીનાં પુત્ર અને પતિનાં મિત્રએ ધોકો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

વિગતો એવી છે કે શહેરનાં કાળીયાબીડ વિસ્તારમાં કેપીઇએસ સ્કુલ નજીક રહેઢતી અને હાલ વારસૃે શિવ મહાદેવની વાડીમાં રહેતી મીનાબેન શરદભાઇ પનોત ઉ.વ. ૩૦ એ તેનાં પતિ શરદ પનોત, તેણીનાં મામાજીનો પુત્ર નિલેશ અને પતિ શરદનો મિત્ર ચેતન વાળંદ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે તેણીને પતિ સાથે મનદુઃખ થતાં તેણી પાંચ મહિનાથી રીસામણે રહેતી હતી અને પતિ વિરૂધ્ધ ભરણ પોષણનો કેસ દાખલ કરેલ હોય આ કેસ પરત ખેંચી લેવા પતિ શરદએઢ તેણી ઉપર દબાણ કરી ઉશ્કેરાઇ લોખંડનો પાઇપ માર્યો હતો. તેમજ મામાજીનો પુત્ર નિલેશ અને ચેતન એ ધોકો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)