Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મહુવાનાં વડલીમા પૂ.મોરારીબાપુ અને વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમા નમામિ દેવી નર્મદે મહોત્સવ

ભાવનગર.૧૭:  ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૭ મીટર (૪૫૫ ફુટ) સુધી જળરાશીથી ભરાયેલ હોઇ ગુજરાત રાજયની પ્રજાનું વર્ષો જુનુ સ્વપ્ન પરિપુર્ણ થતાં આ ઐતિહાસિક ક્ષણની ઉત્સાહભેર ઉજવણી કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લા કક્ષાનો 'નમામી દેવી નર્મદે મહોત્સવ' આજે સવારે ૯.૩૦ કલાકે મહુવા તાલુકાના વડલી ગામે ભુતનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો. આ મહોત્સવમાં ગુજરાત રાજયના રજયકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ) અને યાત્રાધામ વિભાગના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે મુખ્ય અતિથી તરીકે તથા સંતશ્રી મોરારીબાપુ પણ વિશેષ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા. જિલ્લાના સર્વ સંસદસભ્યશ્રીઓ અને ધારાસભશ્રીઓની પ્રેરક ઉપસ્થિતમાં આ 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાયો હતો.

(12:11 pm IST)