Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મુન્દ્રા બંદરે સોનાની દાણચોરીમાં ૭ કરોડનો દંડઃ ૧૭૦૦ કિલો સોનુ ભારતમાં ઘુસાડી દીધું

૪૪મી ખેપ દરમ્યાન ૫૨ કિલો દાણચોરી કરતા ઝડપાયેલી પાર્ટીના કેસમાં તપાસ અટકી ગઈ હોવાની ચર્ચા, ૪૩ વખત એગ ઇન્કયુબેટરના નામે ૧૭૦૦ કિલો સોનુ દુબઈથી ભારતમાં ઘુસાડી દેવાયું

ભુજ, તા.૧૭: કસ્ટમે બે વર્ષ પહેલાં મુન્દ્રના અદાણી બંદરેથી આયાતકાર દિલ્હીની મેં.પરમ ઈકિવપમેન્ટ પ્રા.લિ. નામની કંપની દ્વારા દિલ્હીથી એગ ઇન્કયુબેટરના ઓઠા તળે લવાયેલ ૫૨ કિલો સોનાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગત ૨૦૧૭ ના મે મહિનામા દિલ્હી ડીઆરઆઈએ પૂર્વ બાતમીના આધારે દિલ્હીના પરમ ઈકવિપમેન્ટ કંપનીના ડાયરેકટર હરનેકસિંઘના ફલેટમાં તપાસ કરી તો ૪૪ કિલો સોનુ મળી આવ્યું હતું. વધુ પૂછપરછને પગલે મિસ ડેકલરેશન દ્વારા દુબઇથી વાયા મુન્દ્રા અદાણી બંદરે પરમ ઈકિવપમેન્ટ કંપની સોનુ મંગાવતી હોવાનું ખુલતા ડીઆરઆઈએ કસ્ટમને એલર્ટ કરી હતી. જેના પગલે મુન્દ્રા અદાણી બંદરે આ કંપનીએ આયાત થયેલા કન્ટેઇનરના માલની તપાસ કરતા ૫૨ કિલો સોનુ મળી આવ્યું હતું. કસ્ટમની પૂછપરછમાં આ સોનુ દુબઈથી જગજીતસિંદ્ય નામના શખ્સે મોકલ્યું હતું. દુબઇ થી ભારતમાં સોનાની દાણચોરી કરનાર હરનૈકસિંઘ અને દુબઇ નો શખ્સ જગજીતસિંદ્ય બન્ને સાળો બનેવી છે. મુન્દ્રા કસ્ટમ કમિશનર અમરજીતસિંઘે તે સમયે ફુલ ૧૫ કરોડનું ૫૨ કિલો સોનુ જપ્ત કર્યું હતું. આ કેસમાં આયાતકાર કંપનીના હરનૈકસિંદ્ય તેમ જ દુબઈથી માલ મોકલનાર જગજીતસિંદ્યને ૭ કરોડનો દંડ કરાયો છે. જયારે જે તે સમયે તપાસ દરમ્યાન મળેલું ૧૫ કરોડનું સોનુ રાજયસાત કરાયું છે. જોકે, ડીઆરઆઈ અને કસ્ટમ જેવી બે એજન્સીઓની તપાસ દરમ્યાન એ ચોંકાવનારો ધડાકો થયો હતો કે, અત્યાર સુધી માં આ બન્ને સાળા બનેવીની જોડીએ દુબઈથી મુન્દ્રા બંદરે ૪૨ કન્ટેઇનર દ્વારા ૧૭૦૦ કિલો સોનું ભારતમાં ઘુસાડી દીધું હતું. જોકે, કસ્ટમ અને ડીઆરઆઈ વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે આટલા મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરવાનો આ કિસ્સો ખુલ્યા પછી તપાસ નામે ફિન્ડલુ વળી ગયું છે. આરોપીઓને માત્ર સામાન્ય રોકડ દંડ કરી કેસ પૂરો કરી દેવાયો છે. ૧૭૦૦ કિલો સોનાની કિંમત અને કસ્ટમ ડયુટીનો આંક કરોડોને આંબે તેટલો હોવા છતાં પણ તપાસનું ફિંડલું વળી ગયું? મેરા ભારત મહાન!!

(11:10 am IST)