Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જસદણના આટકોટની સૌરાષ્ટ્ર કોલેજમાં બેન્કીંગ વિષયક સેમીનાર

 આટકોટ : સ્પેન પ્ર. લી. સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતા બી. કોમ.નાં તમામ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથો સાથ બેન્કીંગ સેકટરનું તમામ પ્રકારનું વ્યવહારૂ જ્ઞાન મળી રહે તેમજ ભવિષ્યમાં બેન્કીંગ કેવી રીતે મદદરૂપ થઇ શકે તે હેતુથી યુનિયન બેન્ક જસદણ બ્રાચનાં સહયોગથી 'નો યોર બેન્કીગ' સેમિનારનું અનેરૂ આયોજન કરાયુ હતું. વિદ્યાર્થીઓ સમક્ષ લોકેશભાઇ તેમજ યુનિયન બેંક ઓફ ઇન્ડીયા જસદણ બ્રાંચ મેનેજર આશિષભાઇ દ્વારા ઇન્ટર બેંકીગ ટ્રાન્ઝેકશન તેમજ ફાઇનાન્સીય ફેકશનને લગતી માહિતીઓની સાથો સાથ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં કાર્યો તેમજ બેંક લોકોને કઇ રીતે મદદરૂપ થઇ શકે અને તેમની મુશ્કેલીઓને સરળ કરી શકે તેમજ જીવન મૂલ્યોને લગતી  માહિતી આપી હતી. સંચાલન સંસ્થાનાં ડીરેકટર ડો. કમલેશ હિરપરાનાં માર્ગદશૃન હેઠળ કોલેજ પ્રિન્સીપાલ મયુરભાઇ દ્વારા કરવામાં આવેલ. જેમાં તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અંતમાં સંસ્થાવતી સ્મૃતિભેટ અર્પણ કરાઇ હતી. (તસ્વીર - અહેવાલ : કિરીટ પંચોલી આટકોટ)

(9:54 am IST)