Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મોરબીમાં કલરના બેરલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : ટ્રાન્સપોર્ટ ઓફિસમાં LCB નો દરોડો: ૨૩૦ બોટલ દારૂ સાથે આરોપી પકડાયો

આરોપી મંજુરહુશેન ઘાંચી વાપીથી કલરના શીલપેક ડબ્બાઓમાં અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવ્યો

 

મોરબી: મોરબીમાં કલરના બેરલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે શહેરના લાતીપ્લોટ  વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની એલસીબી ટીમના સંજયભાઈ મૈયડને બાતમી મળતા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે લાતીપ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દારૂની રેડ કરી હતી

 આરોપી મંજુરહુશેન ઘાંચી વાપીથી કલરના શીલપેક ડબ્બાઓમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબીના શ્રી રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટની ગાડી મારફતે મંગાવતો હોય પોલીસે લાતીપ્લોટ શેરી નં-૮માં આવેલ શ્રી રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રેડ કરીને કલરના પતરાના શીલપેક ડબ્બા સાથે મંજુરહુશેન અબ્દુલભાઈ ઘાંચી ( રહે.મહેન્દ્રપરા,મોરબી _ની દારૂની ૨૩૦ બોટલો સાથે ધરપકડ કરી હતી અને રૂા.૬૫,૦૦૦ ની કિમંતનો દારૂ તેમજ મોબાઈલ એમ કુલ રૂ.૭૫ ૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તાર કયાં કયાં જોડાયેલા છેતે દિશામાં તપાસ હાથ ધરી છે

(11:48 pm IST)