Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉપલેટાના પડવલા ગામે રાજકોટના માકડીયા પરીવાર પર મુસ્લીમ શખ્સોનું ફાયરીંગઃ ૪ ને ઇજા

બાળકોને ગાળો બોલવાની ના પાડતા મામલો બીચકયોઃ ર સગાભાઇ સહિત ૪ને ઉપલેટાની હોસ્પીટલે ખસેડાયા : માકડીયા પરીવાર હવન માટે વતન પડવલા ગયો હતો અને ડખ્ખો થયો

રાજકોટ, તા., ૧૭: ઉપલેટા તાલુકાના પડવલા ગામે રાજકોટના માકડીયા પરીવાર ઉપર બાળકોને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે બઘડાટી બોલી હતી જેમાં ર મુસ્લીમ શખ્સોએ સરાજાહેર ફાયરીંગ કરતા ૪ વ્યકિતને ગંભીર હાલતમાં ઉપલેટાની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે દિપન વિનુભાઇ માકડીયાએ પોલીસ ફરીયાદ કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટાના પડવલા ગામે રાજકોટમાં સ્ટીલનું કારખાનું ધરાવતા નિલેશભાઇ લક્ષ્મણભાઇ માકડીયા, વિજયભાઇ લક્ષ્મણભાઇ માકડીયા, અમૃતભાઇ પ્રેમજીભાઇ માકડીયા, દિપેન વિનુભાઇ માકડીયા સહીતના હવન માટે પડવલા ગામે આવ્યા હતા. ત્યારે પરીવાર અને મહેમાનો ઘર પાસે બેઠા હતા ત્યારે બે નાના છોકરાઓ અપશબ્દો બોલી રહયા હતા. આ છોકરાઓને ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા મામલો બીચકયો હતો.

આ દરમિયાન મુસ્લીમ શખ્સ સંધી અલી તૈયબ શેઠા અને રીઝવાન વલી મામદ પીસ્તોલ અને છરી સાથે આવ્યા હતા અને સરાજાહેર ફાયરીંગ કરતા અમૃતભાઇ માકડીયા, દિપેન માકડીયા, નીલેશભાઇ માકડીયા અને વિજયભાઇ માકડીયાને ઇજાગ્રસ્ત હાલતમાં ઉપલેટાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરીંગ કરનાર મુસ્લીમ શખ્સ અલી તૈયબ શેઠાને લોકોએ ઝડપી લીધો હતો. જયારે અન્ય એક શખ્સ નાસી છુટયો હતો. આ બનાવ અંગે ઉપલેટા અને ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:19 pm IST)