Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પોરબંદરના કુછડી પાસે કુત્રીમ તળાવમાં ૪પ૦ થી વધુ ગણેશ મુર્તિઓનું બપોર બાદ વિસર્જનઃ દરીયામાં વિસર્જનની મનાઇ

પર્યાવરણ બચાવવાના નવતર પ્રયોગને આવકારઃ ૭૦ ફુટ પહોળુ અને ર૦ ફુટ ઉંડુ તળાવઃ દરીયામાં વિસર્જનની મનાઇ ફરમાવતું કલેકટરનું જાહેરનામું

 પોરબંદર, તા., ૧પઃ શહેર-જીલ્લામાં ગણેશોત્સવ આયોજન માટે પાંચ દિવસની મંજુરી અપાઇ હોય આજે બપોર બાદ ૪પ૦ થી વધુ ગણેશ મુર્તિઓનું કુછડી પાસે તૈયાર કરવામાં આવેલ કૃત્રીમ તળાવમાં વિસર્જન કરાશે.

દરીયામાં પ્રદુષણ વધે નહી અને પર્યાવરણ બચાવવા દરીયામાં ગણેશ મુર્તિના વિસર્જનનું મનાઇ ફરમાવતું જાહેરનામુ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.  કુછડી પાસે ખારા રણમાં  નગર પાલીકા દ્વારા ૭૦ ફુટ પહોળુ અને ર૦ ફુટ ઉંડુ તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં ગણેશ મુર્તિઓનું વારાફરતી વિસર્જન કરવામાં આવશે.

પર્યાવરણ બચાવવા અને પ્રદુષણ અટકાવવા તંત્ર દ્વારા નવતર પ્રયોગને આવકાર મળ્યો છે. આ નવી પહેલને ગણેશજી આયોજન કરનારા વિવિધ મંડળો સંસ્થાઓને સહકાર આપવા જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયા દ્વારા અપીલ કરાય છે. પોરબંદર નગર પાલીકાના ચીફ ઓફીસરશ્રી હુડદના માર્ગદર્શન હેઠળ આ કુત્રીમ તળાવ તૈયાર થયેલ છે.

(2:04 pm IST)