Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોરબીમાં પીવાના પાણી માટે ટળવળતા પ્રજાજનોઃ તંત્ર-સરકાર નિષ્ક્રિય

મોરબી, તા.૧૭:  મોરબી શહેરમાં પીવાના પાણીની કુત્રિમ તંગી જોવા મળી રહી છે અને પ્રજા પરેશાન છે ત્યારે સ્થાનિક તંત્રથી લઈને સરકાર સુધી કોઈના પેટનું પાણી હલતું નથી ત્યારે આ મામલે નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છેે.

 નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય કે પી ભાગિયાએ નાયબ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું ચ કે નર્મદા બંધ પરના ભાગે પુરતો વરસાદ થતા નાયબ મુખ્યમંત્રી દ્વારા પીવાનું પાણી સમયસર મળશે તેવી જાહેરાત કરી હતી જોકે આ નિવેદનમાં થોડા જ દિવસોમાં મોરબી શહેરમાં એકાંતરા કે ત્રણ દિવસના અને સાત દિવસે પાણી મળે છે જેથી ગૃહિણીઓ ખાલી બેડા લઈને રઝળપાટ કરવા મજબુર બની છે વેચતા પાણી અને ડીઝલના અસહ્ય ભાવ વધારાને પગલે અગાઉ ૩૦૦ માં મળતું ટેન્કર હાલ ૧૦૦૦ આપવા છતાં પાણી પૂરું પાડવા કોઈ તૈયાર નથી મોરબીના શહેરીજનો પાણીવેરો ભરે છે પરંતુ પ્રાથમિક જરૂરિયાત સમાન પાણી પૂરૃં પડવાની નૈતિક જવાબદારી શાસક અને વિપક્ષની છે જે નિભાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.

 આગામી દિવસોમાં શહેરના તમામ મહિલા મંડળો એકત્ર થઈને આશ્યર્યજનક કાર્યક્રમો આપવાને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને પાણીપત યુદ્ઘ મોરબીમાં ખેલાવવાની પૂરી શકયતા હોય જેથી આ પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

(2:03 pm IST)