Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચુડાના ભોગાવો નદીના કાંઠે જુગાર રમતા ૬ ઝડપાયા : ૧૬ નાશી છૂટયા

રાજકોટ - વઢવાણ તા. ૧૭ : સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળા નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી પો.સ્ટે. વિસ્તારમાંઙ્ગ આવેલ ચુડા બાયપાસ પાસે ભોગાવા નદીના કાંઠે જાહેરમાં આરોપી હકાભાઇ કાનાભાઇ જોગરાણા રે.લીંબડી વાળો બાહરથી માણસોને ભેગા કરી ધોડી-પાસાનો નશીબ આધારીત હાર-જીતનો જુગાર રમી-રમાડે છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ સ્ટાફના માણસો દીપસિહ ચીત્રા, સવજીભાઇ દાફડા, રાજદીપસિહ ઝાલા, શીવરાજભાઇ ખાચર, ભરતસિહ પરમાર તથા કૌશીકભાઇ મણવર નાઓને મોકલી સદર જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યા ઉપરથી (૧) દોલતસંગ જસુભા પરમાર રે.ચુડા (ર) કરીમ સુલતાનભાઇ ખોજા રે.બોટાદ (૩) કાનજી રામજીભાઇ ટમાળીયા રે.ચુડા (૪) સંજય વનરાજભાઇ કોળી રે. બોટાદ (૫) નજીમ અબ્દુલભાઇ કાજી રે.રતનપર (૬) સુરેશ ભુરાભાઇ સોલંકી રે.બોટાદ વાળાઓને ધોડી-પાસાનો નશીબ આધારીત જુગાર રમતા પકડી પાડી જગ્યા ઉપરથી રોકડ રૂ.૨,૧૮,૨૯૦, મોબાઇલ ફોન-૧૦ તથા મોટરસાયકલ –ર મળી કુલ કિ.રૂ.૩,૦૪,૨૯૦ના મુદામાલ સાથે પકડી ધોરણસર અટક કરી તેમજ રેઇડ દરમ્યાન નાશી જનાર આરોપીઓ (૭) હકાભાઇ કાનાભાઇ જોગરાણા રે.લીંબડી (૮) અલુ ઉર્ફે બચ્ચન મોવર રે.રતનપર (૯) લીંબડીનો દલવાડી – હકાનો માણસ (૧૦) શીયાણીનો એક ભાઇ – હકાનો માણસ (૧૧) ઇકબાલ સીપાઇ – હકાનો માણસ (૧૨) મુકેશ જીવાભાઇ કોળી રે.બોટાદ (૧૩) નીલેશભાઇ માળી રે.બોટાદ (૧૪) મુનાભાઇ ફકીર રે.ચુડા (૧૫) જગદીશભાઇ દલવાડી રે.ચુડા (૧૬) સુરેશભાઇ કોળી રે.સુરેન્દ્રનગર (૧૭) જીજે-૧૩-એસી-૭૬૬૯ (૧૮) જીજે-૧૩-એજી-૧૯૨૧ (૧૯) જીજે-૧૩-ડીડી-૧૬૯૯ ના માલીકો (૨૦) લાવા બ્લેક કલરના મોબાઇલનો માલીક (૨૧) નોકીયા બ્લેક કલરના મોબાઇલનો માલીક (૨૨) વીવો ગોલ્ડ મોબાઇલનો માલીક તમામ ૨૨(બાવીસ) આરોપીઓ તમામ વિરુધ્ધ લીંબડી પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

(2:02 pm IST)