Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કચ્છના રાપર-બેલા બોર્ડર ઉપરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

ફોન, ઉર્દુ ભાષાની પત્રિકા, પાકિસ્તાની ચલણ જપ્ત કરીને પુછપરછ

 ભુજ તા.૧૭: કચ્છની અટ્ટપટી ક્રિક હરામીનાળા અને વીગાકોટ નજીકથી આમતો અનેકવાર પાકિસ્તાની ઝડપાયા છે તો જૈખો જેવા બંદરો પર માછીમારી માટે આવતા પાકિસ્તાનીઓ પર પણ સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખતી હોય છે.

રાપર સરહદેથી લાંબા સમય બાદ ભારતમાં ઘુસી આવેલા એક શંકાસ્પદ વ્યકિતને બોર્ડર સિકયુરીટી ફોર્સે ઝડપી પાડયો છે બોર્ડર પીલર નંબર ૯૯૫ નજીક ગઇકાલે જયારે બોર્ડર સિકયુરીટી ફોર્સના જવાનો તૈનાત હતા ત્યારે જ એક શંકાસ્પદ વ્યકિત તેમની નજરમાં આવ્યો હતો જેથી સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડયો હતો અને તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ જીવન પ્રભુ હોવાનું જણાવ્યું હતુ અને ટીડોલીયા આંચી મસ્જિદ સિંધનો પોતે હોવાનું જણાવ્યું હતુ જેથી બી.એસ.એફે તેની વિશેષ પુછપરછ કરી હતી જો કે તેની પાસેથી કાઇ શંકાસ્પદ વસ્તુ પ્રાથમિક તપાસમાં ન મળી આવતા તેને રાપરના બેલાસર પોલીસ મથકે વધુ તપાસ માટે સોંપાયો છે. જીવણના કબજામાંથી એક નોકિયો કંપનીનો મોબાઇલ ફોન પસાર રૂપિયાનું પાકિસ્તાની ચલણ, બે લીટરની પાણીની બોટલ, એક ઝોન્ગ કંપનીનું સીમકાર્ડનું  કવર કે જેમાં મોબાઇલ નંબર લખેલ તે કાગળો એક ઉર્દુ ભાષામાં લખેલ નીલા રંગની ધાર્મિક પત્રિકા એક ઉર્દુમાં લખેલ આઇ કાર્ડ મળી આવ્યા છે જો કે હાલ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ પુર્વ કચ્છની મહત્વની સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તપર એજન્સી તેની તપાસ અને પુછપરછમાં જોતરાઇ છે હાલ રાપર પોલીસ મથકે પાકિસ્તાની નાગરિકને લવાયો છે.

(2:02 pm IST)