Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી જાહિદ શેખ જાલીનોટ સાથે ઝડપાયો

એક મહિનાથી પોતાના રૂમમાં નોટ છાપતો

જામનગરમાં જાલીનોટ સાથે ધરપકડ : જામનગર : પટેલ કોલોની વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતા જાહિદ ઉંમરભાઇ શેખ જાલીનોટ સાથે ઝડપાઇ જતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર તા. ૧૭: જામનગર એલ.સીબી. પોલીસ એ પટેલ કોલોની એરિયામાંથી જાલી નોટનું રેકેટ ઝડપી લીધું છે અને રૂ. ર૦૦૦ અને પ૦૦ નોટો મળીને ૩૭ નોટ કુલ ૬૬પ૦૦ સહિત ૮૭ હજાર મુદામાલ સાથે જાહિદ ઉમરભાઇ શેખ ઝડપી લીધો છે.

જામનગર એલસીબીએ પટેલ કોલોનીમાંથીએક શખ્સને પકડી પાડયો છે. આફ્રિકાનો શખ્સ જામનગરની એક હોટેલમાં સંભાળે છે મેનેજમેન્ટ આરોપી પાસેથી ૭૧ હજારની નકલી નોટ કબ્જે કરાઇ જાલી નોટમાં પ૦૦ અને ર૦૦૦ હજારની નોટ એક મહિનાથી પોતાના રૂમે જ છાપતો હોવાની કબુલાત આપી છે પોલીસે પ્રિન્ટર, કાગળ, સહી સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગર જીલ્લો લાંબો દરીયાકાંઠા વિસ્તાર ધરાવતો હોય અને સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ હોય જે દરિયાઇ માર્ગે ભારત દેશના અર્થતંત્રને તોડવા માટે ભારતીય ચલણની જાલીનોટ દેશમાં ઘુસાડે નહીં તે માટે આવી ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખવા માટે પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલનાઓએ એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી આર. એ. ડોડીયા ને સુચના કરી પેટ્રોલીંગ રાખવા જણાવેલ હતું.

જે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદિપભાઇ ધાધલ તથા ભરતભાઇ પટેલનાઓને ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે જામનગર શહેરમાં પટેલ કોોની શેરી નં. ૯ ના છેડે શાસ્ત્રીનગરમાં રહેતા જાહિદ ઉંમરભાઇ શેખ વાળી ભારતીય ચલણની રૂ. ર૦૦૦/- તથા રૂ. પ૦૦/- ના દરની જાલી નોટનો તેમના રહેણાંક મકાને કલર મશીનમાં છાપી આ જાલીનોટો બજારમાં વટાવી રહેલ છે તેવી બાતમી આધારે આરોપીના મકાને રેઇડ કરતા આરોપી જાહિદ ઉમરભાઇ શેખના રહેણાક મકાનમાંથી રૂ. ર૦૦૦/- દરની જાલી નોટો ૩ર તથા રૂ. પ૦૦ ના દરની જાલીનોટ ૦૭ મળી કુલ જાલીનો ટ ૩૭ કુલ રૂ. ૬૬,પ૦૦/-ની જાલીનોટ તથા કલર પ્રિન્ટર/સ્કેન મશીન કિ. રૂ. ૪પ૦૦/- તથા કોરા કાગળો નંગ-પ૦ તથા વીવી કંપનીનો મોબાઇલ ફોનઃ ૦૧ કિ. રૂ. ૧૦,૦૦૦/- તથા ભારતીય ચલણી નોટ રૂ. ૬,૦૦૦/- મળી કુલ રૂ. ૮૭,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીને પોલીસ ઇન્સ. શ્રી આર. કે. ડોડીયાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) રૂપિયા ર૦૦૦ ની જાલીનોટના નંબર ડીએજી૧૦૧૩૮૧ ની નંગ-૧પ, (ર) રૂપિયા ર૦૦૦ ની જાલી નોટના નંબર ની નંગ-૦ર, (૩) રૂપિયા ર૦૦૦ ની જાલી નોટના નંબર ની નંગ-૦૮, (૪) રૂપિયફા ર૦૦૦ ની જાલી નોટના નંબરઃ ની નંગ-૦૭, (પ) રૂપિયા પ૦૦ ની જાલી નોટના નંબરઃ ની નંગ-૦૪, (પ) રૂપિયા પ૦૦ની જાલી નોટના નંબર-પએલ ૪૪૪૩૩૩૧ ની નંગ-૦૧આરોપી મુળ જામખંભાળીયાનો વતની હોય અગાઉ આફ્રિકા દેશમાં છેલ્લા દશેક વર્ષથી જામનગર આવી જામનગર ત્રણબતી પાસે આવેલ 'રાજ પેલેસ' હોટલમાં હોટલ મેનેજમેન્ટનું કામ કરતો હોય જે દરમ્યાન મજકુર ઇસમે આજથી એકાદ મહિના પહેલા જાલી નોટ બનાવવા માટે કલર પ્રિન્ટર/સ્ક્રેનર મશીન ખરીદ કરી અસલ ચલણી નોટની કલર ઝેરોક્ષ કોપી કરી તે નોટ ઉપરથી જાલીનોટ બનાવી બજારમાં ફરતી કરી, ભારત દેશના અર્થતંત્રને તોડવા માટેનો પ્રયત્ન કરેલનું તપાસમાં ખુલવા પામેલ છે. મજકુરે છેલ્લા એકાદ માસ દરમ્યાન સુપર માર્કેટ, શાક માર્કેટ તથા પેટ્રોલ પંપમાં તથા અલગ -અલગ ફ્રુટની રેકડી વાળા તેમજ શ્રાવણ મહિનામાં મેળામાં વટાવેલ હોવાનું ખુલવા પામેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયા તથા પો.સ.ઇ. શ્રી વી.વી. વાગડીયા, શ્રી કે.કે. ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલી તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, મીતેશભાઇ પટેલ, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ. જાડેજા, લક્ષ્મણભાઇ ભાટીયા, દિનેશભાઇ ગોહિલ, સુરેશ માલકિયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:17 pm IST)