Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાણવડ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કાલે પેન ડાઉન કાર્યક્રમ

ભાણવડ તા.૧૭: દેવભુમિ દ્વારકાના તલાટી કમ મંત્રી કાલે કામગીરીનાં સમય દરમ્‍યાન પેન ડાઉન કાર્યક્રમ યોજશે. તેમની કેડરનાં પડતર પ્રશ્નો અને માંગણીઓને લઇ આવતી કાલે રાજય ભરનાં તલાટી કમ મંત્રી દ્વારા સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક સુધી પેન ડાઉન કાર્યક્રમ યોજાશે.

પડતર પ્રશ્નો જેવા કે પગાર વિસંગતતાઓ, પ્રમોશન અને રેવન્‍યુ કામગીરી અંગેની સમજણ આપી સ્‍થાનિક કક્ષાનાં સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓને લેખિતમાં જાણ કરવા અંગે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળની યાદીમાં જણાવેલ છે

(1:22 pm IST)