Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચોટીલાઃ મેડીકલેઇમ સંદર્ભે સારવારની રકમ ચુકવવા હુકમ

ચોટીલા, તા.૧૭: ચોટીલામાં રહેતા વૃદ્ઘાને અકસ્માતમાં પગે ફેકચર થયુંં હતું. આથી મેડિકલેઇમ પોલિસી અંતર્ગત દાવો કરાયો હતો. પરંતુ વીમા કંપનીએ રકમ ન ચૂકવાતા ફોરમમાં કેસ કરાયો હતો. જે કેસ ચાલી જતા ગ્રાહક કોર્ટે સારવારની રકમ રૃપિયા ૮૩,૩૬૪ વ્યાજ સહિત ચૂકવવા હૂકમ કર્યો છે.

ચોટીલાના દેરાસરવાળી શેરીમાં રહેતા કૈલાશબેન કિર્તીભાઇ શાહે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેડીકલેઇમ પોલીસી લીધી હતી. તેઓને અકસ્માતમાં જમણા પગે ઇજા પહોંચતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં તા. ૧૪-૯-૧૮થી ૧૮-૯-૧૫ સુધી સારવાર લીધી હતી. જેનો થયેલ ખર્ચ રૃપિયા ૮૩,૩૬૪ મેળવવા વીમા કંપનીમાં દાવો રજૂ કરાયો હતો. પરંતુ વીમા કંપનીએ રકમ ન આપતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફોરમના પ્રેસીડેન્ટ જજ અને સભ્યોએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનને સંયુકત કે વિભકત રીતે સારવારની રકમ રૃપિયા ૮૩,૩૬૪ દિવસ ૩૦માં ૭ ટકાના વ્યાજ સાથે ચૂકવવા હૂકમ કર્યો છે.(૨૩.પ)

(12:59 pm IST)