Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગોંડલ ઓટોસ ગૃપના ગણેશ મહોત્સવમા આરતી સ્પર્ધા

ગોંડલ સ્ટેશન ખાતે આવેલા ઓટોસ ગૃપના ગણેશ ઉત્સવમાં ગણપતિ મહારાજના પંડાલને ક્રિસ્ટલ બોલ અને મોતીઓની માળાથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો સાથે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રખાયો હોય બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આરતી સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પારિતોષિક એનાયત કરાયા હતા.

(12:57 pm IST)