Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

લાઠીમાં કોળી મનિષ ગોહેલ અને તેના પિતા રમેશભાઇને ભૂપત કોળીએ છરીના ઘા ઝીંક્‍યા

રાજકોટ ખસેડાયાઃ પડોશીના સિમંત પ્રસંગમાં મનિષને ભૂપતે ગાળો દેતાં ના પાડતાં બટકુ ભર્યુઃ બાદમાં છરીથી તૂટી પડયો

રાજકોટ તા. ૧૭: લાઠીના ખોડિયારનગરમાં રહેતાં કોળી યુવાન મનિષ રમેશભાઇ ગોહેલ (ઉ.૨૧) અને તેના પિતા રમેશભાઇ ભાદાભાઇ ગોહેલ (ઉ.૪૨) પર ગામના જ ભૂપત મકવાણા નામના કોળી શખ્‍સે છરીથી હુમલો કરી બંનેને પડખા, શરીરે છરીના ઘા ઝીંકી દેતાં લાઠી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મનિષ બે ભાઇમાં નાનો છે. તેના કહેવા મુજબ તે હીરા ઘરસવાનું કામ કરે છે અને તેના પિતા રમેશભાઇ સેન્‍ટીંગ કામ કરે છે. પોતે ગઇકાલે સાંજે પડોશમાં સિમંત પ્રસંગ હોઇ ત્‍યાં પરિવારજનો સાથે હાજર હતો. આ વખતે ભૂપત કોળીએ મશ્‍કરીમાં ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં પોતાને બટકુ ભરી લેતાં લોહી નીકળ્‍યા હતાં. આ વખતે પિતા રમેશભાઇ દોડી આવ્‍યા હતાં અને ભૂપતને ઠપકો આપી પોતાને દવાખાને લઇ જવા નીકળ્‍યા ત્‍યાં ભૂપત ફરીથી છરી લઇને આવ્‍યો હતો અને પોતાને તથા પિતા રમેશભાઇને ઘા ઝીંકી દીધા હતાં.

હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે લાઠી પોલીસને જાણ કરી હતી.

(2:13 pm IST)