Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જામકંડોરણાના રાયડીમાં અગાઉના મનદુઃખનો ખાર રાખી દેવરાજ-મકવાણાને છરી ઝીંકાઇ

રાયડીના ૧૬ વર્ષના સગીર સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭ :.. જામકંડોરણાના રાયડી ગામમાં રહેતા ખાંટ સગીરને જૂની માથાકુટના મનદુઃખનો ખાર રાખી સગીર શખ્‍સે તેને છરી ઝીંકી ઇજા કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાયડી ગામમાં રહેતો દેવરાજ ધીરૂભાઇ મકવાણા (ઉ.૧૬) ગઇકાલે ગામમાં હાઇસ્‍કુલની બાજૂમાં ગણપતીજીના દર્શન કરવા જતા ગામમાં જ રહેતો ૧૬ વર્ષના સગીરે ‘અહીયા શું કામ આવ્‍યો છો' કહી ગાળો આપી માર મારતા તેને દેવરાજે તેને માર મારવાની ના પાડતા સગીરે ઉશ્‍કેરાઇને દેવરાજને પેટના ભાગે છરી ઝીંકી ઇજા કરી ભાગી ગયો હતો. આ અંગે દેવરાજ મકવાણાએ જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. વી. કે. જાડેજાએ તપાસ આદરી છે.

 

(12:53 pm IST)