Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમોની જમાવટ

દરરોજ મહાઆરતી, પૂજન, અર્ચન, પ્રસાદ, ધૂન, ભજન, કિર્તન સહિત અનેકવિધ કાર્યક્રમોમાં જોડાતા ભાવિકો

પ્રથમ તસ્વીરમાં ધારીના ખીસરી ગામમાં ગણેશજીની સ્થાપના, બીજી-ત્રીજી તસ્વીરમાં માળીયા હાટીના, ચોથી-પાંચમી તસ્વીરમાં ગારિયાધાર અને છઠ્ઠી અને સાતમી તસ્વીરમાં મેંદરડામાં બિરાજમાન ગણેશજી નજરે પડે છે. (તસ્વીર : કાંતીભાઇ જોશી (ધારી), મહેશ કાનાબાર (માળીયા હાટીના), ચિરાગ ચાવડા (ગારિયાધાર), ગૌતમ શેઠ (મેંદરડા)).(૪૫.૨)

રાજકોટ તા.૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગણેશ મહોત્સવની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇ રહ્યા છે.

ગામે-ગામે ગણેશજીની મુર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યુ છે. જયાં દરરોજ મહાઆરતી, પૂજન, અર્ચન, પ્રસાદ, ભજન, ધુન, અર્ચન સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

ડેડાણ

ડેડાણ : શ્યામમંદિરના સાનિધ્યમાં ગણપતિદાદાની સ્થાપના કરી તમામ ધર્મપ્રેમી ભાઇઓને આમંત્રણ આપવામાં આવેલ છે. શ્યામબાપાના પટાંગણમાં પ્રથમવાર ગણપતિનું ઉત્સવનું આયોજન કરેલ છે. જેના આયોજકો શ્યામલ મંડળના સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. મુખ્ય સહયોગી મહેશભાઇ કોટીલા દ્વારા સહયોગ કરવામાં આવેલ છે.

મેંદરડા

મેંદરડા : શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજીત ૩૦ વર્ષથી ગણપતિ બાપાની અજમેરા ચોકમાં સ્થાપના કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ જૂની પરંપરાને લઇ દર વખતે જૂની સંસ્કૃતિ ભૂલાય નહિ એ માટે રામામંડળનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મેંદરડા-બરવાળા

મેંદરડા : બરવાળા ગામે નાના બાળકો દ્વારા ગણપતીની સ્થાપના કરવામાં આવી છે. બાળકો દ્વારા ફાળો કરીને ગણપતીબાપાની સ્થાપના કરાય છે.

ગારીયાધાર

ગારીયાધાર : જીવાણી શેરી વિસ્તારના એકતા ગૃપ દ્વારા ગણપતી ઉત્સવ ઉજવાય રહ્યો છે.  ગારીયાધાર પરછેગામ રોડ પર સરદારનગર વિસ્તારના સરદારમંડળ દ્વારા ઉત્સવની ઉજવણી થઇ રહી છે.

માળીયાહાટીના

માળીયાહાટીના : સ્વામિનારાયણ મંદિર પાસેથી ગલીમાં જલારામ ગરબી મંડળ દ્વારા પાડોશીની મહિલાઓ દ્વારા ગણપતિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. વાજતે ગાજતે બહેનો દ્વારા જ શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી અને જલારામ ગરબીના ચોક સ્વામી.મંદિર પાસે ગણપતી બાપાનું સ્થાપન કરેલ છે. આખો દિવસ બહેનો દ્વારા ભજન, કિર્તન, ધુન રાખવામાં આવે છે. રાત્રે ૮ થી ૧૨ સુધી ૩ કલાક ભાઇઓ દ્વારા ધુન ભજન, કથા વાર્તા, કીર્તન કરાય છે. સમુહમાં બહેનો બે વખત ગણપતીબાપાની આરતી પૂજન અર્ચન કરે છે.

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે અલૌકિક ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. પીએસઆઇશ્રીએ દિપ પ્રાગટય કરીને ઉત્સવને ખુલ્લો મુકયો હતો.

(12:32 pm IST)