Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ડેડાણ પ્રાથમિક શાળામાં પાંચ વર્ષના બાળકને જગ્યા નથી કહી પ્રવેશ ન આપ્યો ?

ડેડાણ તા.૧૭: અહિંની પ્રાથમિક શાળામાં ગામના એક વ્યકિત તેમના પાંચ વર્ષના પુત્રને શાળાએ પ્રવેશ અપાવવા જતા સંચાલકોએ જગ્યા નથી તેવો નફફટ જવાબ આપ્યો છે.

બાળકના વાલીએ શાળાના શિક્ષકો અને આચાર્યને આજીજી કરવા છતાં શાળામાં જગ્યા નથી તેમ જણાવી પ્રવેશ આપ્યો નથી.

આજ સમયે ત્યાંથી એક સામાજીક કાર્યકર નિકળતા તેને આખો પ્રશ્ન સમજી વિદ્યાર્થીના વાલીને ઘરે જવા કહી આ બાબતે તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરશે તેમ જણાવેલ.  આમ સામાજિક કાર્યકરે વાલી પ્રત્યે હમદર્દી જણાવી છે.

જોઇએ હવે બાળકને પ્રવેશ અપાય છે કે કેમ આ ઘટના અંગે વાલી અને ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવેલ કે એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવના તાયફા યોજે છે અને બીજી તરફ ગામડાની સ્કુલોમાં બાળકોને પ્રવેશ અપાતો નથી. તો પછી શિક્ષણનું સ્તર કેવી રીતે ઉંચુ આવશે તેવો સવાલ ગ્રામજનોએ કર્યો છે તેનો જવાબ શિક્ષણાધિકારી આપશે?(૧૧.૬)

(12:21 pm IST)