Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જામરાવલના ચીફ ઓફિસરની બદલીઃ નાયબ મામલતદારને ચાર્જ સોપાયો

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) જામરાવલ તા૧૭ :રાવલઃ તથા કલ્યાણપુર તાલુકા અધિકારીઓ/કર્મચારીઓ વારંવાર યેનકેા પ્રકારે એક જ જગ્યા પર નિમણુંક મેળવી લેતા હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ રાવલના ચીફ ઓફીસરની તુરંત બોલીનો હુકમ કરવામાં આવેલ હતો.

રાવલના ચીફ ઓફીસર નો ચાર્જ શ્રી ભીખાભાઇ પરમાર, નાયબ મામલતદાર કલ્યાણપુર એ સંભાળી લીધો હતો.

કલ્યાણપુર તાલુકાના અન્ય અધિકારી/કર્મચારી પણ તેમની જગ્યા પર યેનકેન પ્રકારે ચીટકી રહેવા માટે તેમની ઉંચી વગ નો ઉપયોગ કરવા પ્રયાસ કરી રહેલા હોવાની ચર્ચા જાગી છે. (૩.૩)

 

(12:21 pm IST)