Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અંબાજીના મેળા માટે એસ.ટી.એ બસ ફાળવી પણ ભાડુ રાબેતા મુજબ કરતા વધુ

અમદાવાદ તા ૧૭ : અંબાજી, બહુચરાજી, પાવાગઢ, સહતના યાત્રાધામોમાં એસ.ટી. બસોનું વધારાનું સંચાલનમાં એસ.ઁટી. વિભાગ ૧.૨૫ ટકા મુવબ શ્રદ્ધાળઓ પાસેથી ભાડુ વસુલ કરશે. બીજીબાજુ ભાજપના કાર્યક્રમો માટે રાતોરાત બારોબાર એસ.ટી.બસો હજારો મુસાફરો રઝળતા મુકીનેભીડ એકત્ર કરવા સામાન્ય ભાડામાં વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે તયાનરેઅંબાજી,બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાથી જતા લાખો મુસાફરો પાસેથી વધારાના ભાડા વસુલ કરવા ભાજપા સરકારની નીતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજયમાં એસ.ટી. નિગમ શ્રદ્ધાળુઓને સુવિધાના નામે નિયમ કરતા ૧.૨૫ ટકા દરેભાડુ વસુલ કરવાના નિર્ણય હકીકતમાં એસ.ટી. સત્તાધીશોની ખોટ સરભર કવાની વ્યવસ્થા હોયતેમ જણાય છે. ભારવી પુનમના અંબાજીના મેળામાં માઁ અંબે માતાના દર્શન કરવા રાજયભરમાંથી વિવિધ પગપાળા સંઘો રવાના થઇ ગયા છે. લગભગ ૧૮ લાખથી વધુ  ભકતો મેળા દરમિયાન માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.એસ.ટી. નિગમે ૧૨૦૦ બસો અંબાજીના મેળા માટે વધારાની ફાળવણી કરી છે તે આવકારદાયક છે. પણ વધારાની બસો મુકીને શ્રદ્ધાળુઓ પાસેથી નિયમિત ચાલતા ભાડાના દર કરતાં ૧.૨૫ ટકાના દરે ભાડુ વસુલ કરવું કેટલે અંશે વ્યાજબી ? (૩.૫)

(12:18 pm IST)