Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભેસાણના મેંદપરા ખાતે ચોથો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન

જૂનાગઢ, તા. ૧૭: ભેસાણ તાલુકાનાં મેંદપરા ગામે વિશળ હડમતિયા, મેંદપરા, દુધાળા, સામતપરા, માલીડા, પસવાડા, પાટલા, કરીયા, ખારચીયા, ભાટગામ, સુખપુર ગામોના નાગરિકો માટે ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજીત 'સેવાસેતુ' કાર્યક્રમ (ચોથા તબક્કો) ની ઉજવણી પ્રાથમિક શાળા, મેંદપરા ખાતે કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં વ્યકિતલક્ષી રજુઆતોનો નિકાલ સ્થળ ઉપર કરવામાં આવ્યો જેમાં તાલુકા કક્ષાનાં તમામ સરકારી કચેરીનાં અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના પુરવઠા શાખા, એટીવીટી મહેસુલ શાખા, આધારકાર્ડ, વિગેરે શાખાઓ તેમજ તાલુકા પંચાયત કચેરી વિભાગ, તાલુકાની તમામ બેંકો, પશુચિકિત્સક વિભાગ, પીજીવીસીએલ કચેરી, સરપંચ તથા ઉપસરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા.  પ્રાંત અધિકારી ડી.વી. વાળા અને તાલુકા મામલતદારશ્રી જી.ડી બારીયા, નાયબ મામલતદાર કનકસિંહજીએ કાર્યક્રમમાં મહાનુભાવોને સાથે રાખી કાર્યક્રમ શરૂ કરેલ અને 'સેવાસેતુ'' કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ દ્વારા લાવવા પાછળનાં ઉદ્દેશોની વિસ્તૃત જાણકારી આપેલ હતી. આ કાર્યક્રમમાં  અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓનું તાલુકા વિકાસ અધિકારી વધેરાએ સ્વાગત કરેલ.

આ કાર્યક્રમમાં  અલગ -અલગ વિભાગ કચેરીઓને રજુ થયેલ અરજીઓ પૈકી મહત્તમ અરજદારશ્રીઓની અરજીઓની વિવિધ માંગણીઓ સંતોષી સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. (૭/૧૨, ૮-અ ના પ્રમાણપત્રો, આવક/ જાતિના દાખલાઓ, સીનીયર સીટીજનના દાખલાઓ રસીકરણ, આધાર કાર્ડ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ. મેંદપરા સેવાસેતુ કાર્યક્રમમાં માલીડા ગામે વસતા માલધારી પરીવારનાં કુંવરબેન, આલીબેને  અને યોજનાનાં ઉપસ્થિત તમામ લાભાર્થી લોકોએ સરકારશ્રીનાં આ 'સેવાસેતુ' થકી કાર્યક્રમમાં એક જ દિવસમાં સેવાઓનો લાભ મળતા લાગણી વ્યકત કરેલ છે.(૨૩.૪)

(12:13 pm IST)