Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મીઠાપુરમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર તા.૧૭: ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ મીઠાપુરમાં પતી દ્વારા પોતાનીજ પત્નીનું કાસડીકાઢી નાખ્યા હોવાનો એક બનાવ બહાર આવ્યો છે.

મીઠાપુરમાં આવેલા સબરસ ભવન પાસેના ટાવર વિસ્તારમાં જુપડપટ્ટી વિસ્તારમાં રહેતા જમનાબેન પોલેસરાને કોઇએ મારી નાખ્યા હોય એવું બહાર આવ્યું હતું. આ ઘટનાની જન થતાજ મીઠાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી એસઆઇ રોહડીયાએ તપાસ ચલાવી તાત્કાલિક આ બનાવની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત ગણી આ મહિલાના પતી ચિન્ટુભાઇ પોલેસરા કે જે મૂળ મદ્રાસી હોય આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી આગળ હાથ ધરી છે.(૧૭.૪)

(12:11 pm IST)