Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉનાની કાંધી સીમમાં ખેડુતની દાટી દીધેલી લાશને બહાર કાઢી પી.એમ. માટે જામનગર મોકલી ખેતર ફરતે ઇલેવાયરને અડી જતા મૃત્યુ થયેલઃ વાડી માલિકે ગુન્હો છુપાવવા લાશને દાટી હતી

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૭ : તાલુકાના કાંધી ગામની સીમમાં વન્ય પ્રાણીથી રક્ષક મેળવવા ખેતરની ફરતે મુકેલ ઇલેકટ્રીક વાયરને આધેડ ખેડુત અકસ્માતે અડી જતા સોર્ટ લાગવાથી મૃત્યુ થયું હતું. ખેતરના માલીકે ગુનો છુપાવા ખાડો કરી આધેડ ખેડુતને દાટી દેતા પ્રાંત અધિકારી તથા પોલીસ અધિકારી રૂબરૂમાં લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમમાં જામનગર મોકલી આપી છે.

ઉનાના ગીરગઢડા તાલુકાના કાંધી ગામના બાબુભાઇ સાર્દુલભાઇ ડાભી (ઉ.પ૦) સવારે તેમના ઘરેતથી ખેત મજુરી કરવા વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં આવતી ડાયાભાઇ શામજીભાઇ અંટાળાની વાડીએ વન્ય પ્રાણી તથા રોજથી પાકને રક્ષણ મેળવવા લોખંડના તારને ઇલેકટ્રીક શોર્ટ લગાડેલ હોય ત્યાં બાબુભાઇ નીકળતા વાયરને અડી જાત શોર્ટ લાગવાથી પડી ગયેલ હતો અનેત્યારે ડાયાભાઇ હાજર હોય પોતાના ઉપર ગુનો ન બન તે માટે પોતાની જ વાડીમાં ખાડો કરી બાબુભાઇને દાટી લઇ માટી ઉપર ચડાવી દીધી હતી.

સાંજ સુધી બાબુભાઇ ઘરે કે વાડીએ ન પહોચતા પરિવારે શોકખોળ કરી ન મળી આવતા પોલીસમાં જાણ કરતા ઉનાના પી.આઇ.બી.એમ. ખાંભલા, પી.એસ.આઇશ્રી ચુડાસમા વિગેરે કાંધી ગામે પહોંચી ડાયાભાઇને ઘરે જઇ અટક કરી પુછપરછ કરતા તેને પોલીસમાં કબુલ કરેલ કે બાબુભાઇને શોર્ટ લાગેલ અને તેમની ઉપર આરોપ ન આવે તે માટે બાબુભાઇના ચપલ અને ટુવાલ ખાટુભાઇની વાડીએ મુકી આવ્યા હતા.

સવારે પ્રાંત અધિકારી એમ.કે. પ્રજાપતિ ત્થા પી.આઇશ્રી ખાંભલાની હાજરીમાં ડાયાભાઇની વાડીએ ખાડાની માટી ફરાવતા બાબુભાઇની લાશ મળી આવી હતી અને તેને ઉના દવાખાને બાદ જામનગર પી.અમ.માટે મોકલી છે.(૬.૭)

(12:09 pm IST)