Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જોડીયામાં પટેલ સમાજનું પ્રેરણાદાયી કાર્ય રામકથાની આવકમાંથી બાળકો વડીલોની જીવન શૈલીને અનુરૂપ ''બાલ વાટિકા''નું નિર્માણ

જોડીયામાં લક્ષ્મીપરામાં પટેલ સમાજ દ્વારા બાલવાટિકાનું નિર્માણ કરી બાકળાની સુવિધા બાદ વૃક્ષારોપણ કરતા સમાજના આગેવાનો નજરે પડે છે તે પ્રસંગની તસ્વીર (તસ્વીર રમેશ ટાંક જોડીયા)

જોડીયા તા ૧૭ : અહીંના પટેલ સમાજે પોતાના વડીલો અને બાળકો ના જીવન શૈલી ને ધ્યાનમાં રાખીને બાળ વાટિકાન નિર્માળ કરાવીને અન્ય સમાજ તથા પંચાયતી રાજ સંસ્થાનેં પ્રેરણાત્મક સંદેશ આપવાનું કાર્ય કરેલ છે.

જોડિયાના લક્ષ્મી પરા વિસ્તારમાં જયાં પટેલ સમાજ બહુમતિ ભરાવે છે. પોતાના સમાજ તથા વિસ્તાર માટે સતતઃ ચિંતા કરતા હોય છે.

લક્ષ્મીપરાના મધ્યભાગમાં બાલવાટિકા ના નિર્માણ માટેસમાન ની ગોપી મંડળની બહેનોએ ચૈત્ર માસમાં ''રામકથા''નુઁ આયોજન કરેલ હતું કથા દરમ્યાન એકત્રિત થયેેલ સંપૂર્ણ ધનરાશી બાલ વાટિકાના નિર્માણ માટે ખર્ચવામાં આવેલ છે. નિર્માણ પામેલા બાલવાટિકાના અંદરના ભાગમાં સમાજના દાતાશ્રીઓ દ્વારા બેસવા માટે લાકડાના તથા નાના ભૂલકાઓ માટે લપસીયા, હિંચકા તથા રાત્રી સમયે પ્રકાશ ની વ્યવસ્થા કરાઇ છે.

બાલવાટિકાના સંચાલકો દ્વારા વાટિકાના ફરતે પરિસમાં જાત જાતના વૃક્ષો રોપણ પણ કરેલ છે. લોકો પુછી રહ્યા છે પટેલ સમાજ દ્વારા વિકાસ કાર્યથી ચુંટાયેલા જનપ્રનિધિ બોધપાઠ કયારે ગ્રહણ કરશે અને અંતમાં જોડિયા ખાતે ફરવા લાયક બગીચો અસ્તિત્વ ધરાવતો નથી...।। (૩.૧)

(12:08 pm IST)