Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉનાની વાંસોજ પ્રાથમીક શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત સંચાલકો સામે પગલા લેવા પ્રાંત અધિકારીને રજુઆત

 

ઉના ત. ૧૭ : ઉના તાલુકા વાંસોજ ગામે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા વાલીઓએ પ્રાંત અધિકારી તથા મામલતદારને સંચાલકો સામે પગલા લેવા રજુઆત કરાઇ છે.

ઉના તાલુકાના વાંસોજ ગામે આવેલ સરકારી ભુતનથ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલી અરવિંદભાઇ ઉકાભાઇ કોટડીયા ત્થા હીરાભાઇ અરજણભાઇ વાજા વિરાભાઇ સોલંકી સહીત, ર૦ થી વધુ વાલીઓએ ઉનાના મધ્યાહન ભોજન વિભાગના મામલતદાર પ્રાંત અધિકારી, ત્થા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીતમાં રજુઆત કરાઇ છે કે પ્રાથમીક શાળા વાંસોજના મધ્યમાન ભોજનનાં સંચાલકો દ્વારા સાફ કર્યા વગર જીવાતવાળુ અનાજ રાંધી બાળકોને જમવા આપવામાં આવે છ.ે ભાતમાં ઇયળ જીવાત નિકળતા વાલીઓને બાળકોએ રજુઆત કરતા મધ્યાહન ભોજનના સંચાલકો અને શાળાના આચાર્યને ધ્યાન દોરી ફરીયાદ કરતા આચાર્યએ કોઇ વાત સાંભળી નહી અને કાર્યવાહી કરી નથી તેથી વાલીઓએ બાળકોને બપોરે શાળાએ ભોજન કરવા બેસતા નથી અને તેથી શાળાના આચાર્ય ત્થા મધ્યાહન ભોજનના સંચાાલકો રસોયા સામે પગલા લેવા શુદ્ધ ભોજન બાળકોને મળે તેવી કાર્યવાહી કરવા માગી કરી છે અને જીવતા વાળુ ભોજન બાળકો કરે તબીયત બગડે તો જવાબદારી કોની ? તે બાબતે પણ વાલીઓમાં પ્રશ્નો ઉઠેલ છે.(૬.૭)

(12:06 pm IST)