Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જેતપુરઃ મહિલાના ‘‘હકકો'' અંગે સેમિનાર યોજાયો

જેતપુર : જેતપુર કલર્સ જેસીઝ દ્વારા મહિલાના હકકો અંગે જાણકારીના ટાઇટલ અંતર્ગત સુંદર કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેતપુર કલર્સ જેસીઝ તેમના સ્‍થાપક પ્રમુખને જેસીઝ નેશનલ લેવલે પોતાના અનુભવનો નિચોડ પીરસી રહેલા રાજીવ મકવાણાના વડપણ હેઠળ મ્‍હોરી રહી છે. તાજેતરમાં કલર્સ જેસીઝના પ્રમુખ મનોજ ચોૈહાણ તથા તેમની ટીમ દ્વારા મહિલાના હકો માટેની જાણકારીના શિર્ષક હેઠળ એક સુંદર કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેના ફેકલ્‍ટી તરીકે શહેરના જાણીતા મહિલા આગેવાન શ્રીમતી પ્રગ્નાબેન કામદાર ઉપસ્‍થિત રહયા હતા. તેઓએ શ્રીએ આગવી શૈલીમાં આ વિષય ઉપર ઉપસ્‍થિત મોટી સંખ્‍યાની બહેનોને સમજ આપી હતી. આ પ્રસંગે ઝોન ઓફિસર સુરેન્‍દ્ર સોલંકી, પાસ્‍ટ ઝોન ઓફિસર નીતીન ધાંધટ સહિતના ઉપસ્‍થિત રહયા હતા તેવી યાદી સંસ્‍થાના સેક્રેટરી ડો. દેવાંશુ કાપડી એ આપી હતી. તે પ્રસંગની તસ્‍વીર.

(11:01 am IST)