Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘‘કોડીનારમાં બી.આર.સી.ભવન દ્વારા બ્‍લાઇન્‍ડ ફલેગ ડેની ઉજવણી''

સર્વ શિક્ષા અભિયાનનાં આઇ.ઇ.ડી. શાખા અંતર્ગત વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકોના શૈક્ષણિક પુનઃવસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે ૧૪મી સપ્‍ટેમ્‍બર ને બ્‍લાઇન્‍ડ ફલેગડે તરીકે ઉજવવામાં આવે છે. કોડીનાર બી.આર.સી.ભવન ખાતે ૮ બિલકુલ બ્‍લાઇન્‍ડ તથા ૭ લો વીઝન વાળા બાળકોને તેના વાલી સાથે બોલાવી પ્રોત્‍સાહન, જનજાગૃતિ તેમજ માર્ગદર્શન મળે તેવી પ્રવૃતિઓ કરાવી બ્રેઇલનું મહત્‍વ સમજાવી જુદી -જુદી રમતોની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે કોડીનાર તાલુધકા બી.આર.સી.જયાબેન ગોહિલ, એમ.એમ. હાઇસ્‍કૂલના પ્રિન્‍સીપાલ પી.કે. મોરી,કોડીનાર કન્‍યા શાળના પ્રતિનિધી કનૈયાલાલ દેવાણી, છાછર શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શ્રી પ્રવિણભાઇ વગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા દિવ્‍યાંગ વિભાગના આઇ.ડી. પ્રતાપભાઇ બારડ તથા રમેશભાઇ રાઠોડે જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્‍વીર.

(10:30 am IST)