Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઓખા નગરપાલિકા દ્વારા કેન્‍દ્રીય વિદ્યાલય સ્‍કૂલમાં ફાયર સાધનોનો લાઇવ ડેમો યોજાયો

 ઓખાઃ ઓખા કેન્‍દ્રીય વિદ્યાલય સ્‍કૂલમાં ઓખા નગરપાલિકા ફાયર બ્રિગેડ જવાનો દ્વારા ફાયર ફાઇટરના આધુનિક સાધનોના ઉપયોગ વિશેની માહિતી ઓખા ફાયર ઇન્‍ચાર્જ માનણ જગરતીયા અને તેમની યુવા ટીમે આપી હતી. જેમાં કેન્‍દ્ર વિદ્યાલય શાળના પટાંગણમાં બાળકો અને વિદ્યાર્થીઓને ફાયરના તમામ સાધનોના ઉપયોગ કઇ રીતે કરવો તેનો લાઇવ ડેમો બતાવવામાં આવ્‍યો હતો. આગ લાગે ત્‍યારે સાવચેતીના પગલા રૂપે આગ સમક જેકેટ અને આગ ઠારવાના સાધનોના ઉપયોગ વિશે માહિતી આપી હતી. તથા પાણીમાં ડુબતાં માણસને બચાવવા લાઇફ જેકેટ તથા બોયા, સ્‍ટ્રેચરના ઉપયોગની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે કે.વી.ના પ્રિન્‍સીપાલ અનીલ કુમાર જૈન તથા તેમના શિક્ષક સ્‍ટાફે ઓખા નગરપાલિકા ફાયર ટીમના જવાનોને બિરદાવતા ફુલોના ગુલદસ્‍તા આપી સન્‍માનીત કર્યાં હતા તે પ્રસંગની તસ્‍વીર.

(10:29 am IST)