Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા પોરબંદરના ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ સંપન્ન

જુનાગઢ તા.૧૭: જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, ડો.એ.આર. પાઠકના માર્ગદર્શન અને પ્રેરણાથી વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, સરદાર સ્‍મૃતિ કેન્‍દ્ર, જુનાગઢ તથા નાયબ બાગાયત નિયામકશ્રી પોરબંદર સંયુકત ઉપક્રમે ‘‘બાગાયત પાકોની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ'' વિષય પર ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ યોજાયેલ. ડો. પી.વી. પટેલએ જણાવેલ કે, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી ઓછા ખર્ચમાં વધુ ઉત્‍પાદન અને વધુ આર્થિક ઉપાર્જન મેળવી શકાય છે. આ ઉપરાંત ચીલાચાલું ખેતીમાંથી વૈજ્ઞાનિક ખેતી તરફ વળવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. બાગાયતી પાક સ્‍થિર આવક આપતો પાક છે અને હવે ખેડૂતો પણ બાગાયતી પાકો તરફ વળ્‍યા છે.

બાગાયતી પાકોનું મહત્‍વ અને તેમાં આવતાં રોગ-જીવાતનું નિયંત્રણ, ગ્રીન હાઉસ/ નેટ હાઉસમાં ઉગાડી શકાયાતા બાગાયતી પાકોની ખેતી અને ઓૈષધિય વનસ્‍પતિની ઓળખ, ઉપયોગ અને માનવ જીવનમાં તેનું મહત્‍વ સમજાવવામાં આવેલ, કૃષિ યુનિવર્સિટીના જુદા-જુદા વિભાગોની સ્‍થળ મુલાકાત પણ કરાયેલ હતી. આ કાર્યક્રમમાં કુલ ૪૫ ખેડૂત ભાઇઓએ ઉત્‍સાહપુર્વક ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ડો. જી.આર. ગોહિલ, પ્રો. વી.જી. બારડ અને પ્રો. ડી.એસ.ઠાકર હાજર રહયા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા સરદાર સ્‍મૃતિ કેન્‍દ્રના સમગ્ર સ્‍ટાફ અને નાગબ બાગાયત નિયામકશ્રી, પોરબંદરના શ્રી ઓડેદરાએ જહેમત ઉઠાવી હતી

(10:26 am IST)