Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોરબીમાં જિલ્લા પોલીસ દઆયોજિત મેડિકલ કેમ્પમાં મોટાભાગની મહિલા પોલીસકર્મીમાં હીમોગ્લોબિનની કમી

કેમ્પનો 4 મહિલા પીએસઆઇ સહિત ૯૦ જેટલી મહિલા પોલીસ કર્મીઓએ લાભ લીધો

મોરબી :મોરબી શહેરમાં જિલ્લા પોલીસ દ્વારા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા 4 મહિલા પીએસઆઇ સહિત ૯૦ જેટલી મહિલા પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો.

  કેમ્પમાં મોટા ભાગના મહિલા પોલીસ કર્મીઓમાં હિમોગ્લોબીનની કમી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તબીબોએ આ અંગે વિશેષ માર્ગદર્શન આપી સ્વસ્થ રહેવાના ઉપાયો સૂચવ્યા હતા. મેડિકલ કેમ્પમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

(7:16 pm IST)