Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગોધાતડ- નરા અને સાન્ધ્રો ડેમમાં વરસાદી પાણીની આવકના પગલે આસપાસના ગામોને સતર્ક કરાયા

ગોધાતડ અને સાન્ધ્રો ડેમમાં તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા સૂચના

કચ્છ જિલ્લામાં અત્યારે પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ડેમો અને નદીઓ  અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઈ રહી છે.  લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતળ   નરા અને સાન્ધ્રો  ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.
 ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક  કરાયા છે. નરેડી અને બુધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગોધાતડ અને સાન્ધ્રો  ડેમમાં  તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંધિત ગ્રામજનોને સાવચેત કરાયા છે તેમજ પોલીસ બંદોબસ્ત  માટે પણ વહીવટી તંત્ર તરફથી સૂચના આપવામાં આવેલી છે.
 વહીવટીતંત્ર તરફથી નરાડેમ ઓવરફ્લો થવાથી લખપત તાલુકાના નરાગામ, સમેજાવાંઢ ગામ ,ભુજ તાલુકાના લુણા  તેમજ નખત્રાણા તાલુકાના લુડબાઈ, ઉઠંગડી, ધોરો ગામના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે તેમજ પોલીસ વિભાગમાં પણ તકેદારીમાં પગલાં ભરવા માટે જણાવ્યું છે એમ લખપત તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શિવજીભાઈ પાયણ દ્વારા જણાવાયું છે.

(9:01 pm IST)