Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાવનગર શહેરમાં કોરોના ના 3 કેસ:35 દર્દીઓ ડિસ્ચાર્જ

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 29 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે કોરાનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં આજે કોઈ કેસ નોંધાયો નથી. ભાવનગર શહેરમાંથી 24 અને ભાવનગર ગ્રામ્યમાંથી 11 દર્દી સહિત આજે કુલ 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગર માં કોરોના ના એક્ટિવ દર્દીઓની સંખ્યા 29 રહેવા પામી છે.

(8:16 pm IST)