Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાનું કાલે સાંજે બાબુભાઇ બોખીરીયાના હસ્તે ઉદઘાટન

લોકમેળાથી પાલિકાને ૧.૪ં૦ કરોડની આવકઃ પર૩ સ્ટોલ અને પ્લોટની ફાળવણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : ચોપાટી મેદાન ખાતે પાંચ દિવસના લોકમેળાનું ઉદઘાટન આવતીકાલે સાંજે ૭ વાગ્યે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે કરવામાં આવશે.

જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં પાલિકાને રૃા.૧ કરોડ ૪૦ લાખની આવક થઇ છે.  લોકમેળા મેદાનની ૬૮પ૦૦ ચો.મી. વિશાળ જગ્યામાં પર૩ જેટલા સ્ટોલ અને પ્લોટ ફાળવણી કરાય છે. નગરપાલિકાના ૬૮ કર્મચારીઓ લોકમેળામાં ફરજ બજાવશે. લોકમેળામાં ર૧૦ સીસીટીવી કેમેરાથી લોકો ઉપર નજર રખાશે.

નગરપાલિકા લોકમેળા સમિતિના ચેરમેન શૈલેષભાઇ જોષી તથા ચીફ ઓફિસર અનંત ચતુર્વેદીએ જણાવેલ કે લોકમેળામાં રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જમેાં રાસ ગરબા મ્યુઝીકલ નાઇટ શ્રીનાથજીની ઝાંખી તથા લોકડાયરો રાખેલ છે. છેલ્લા દિવસે લોક ગાયિકા ગીતા રબારીનો કાર્યક્રમ રાખેલ છે. લોકડાયરાના ઉદઘાટનમાં મુખ્ય મહેમાન પદે સાંસદ રમેશભાઇ ધડુક, કલેકટર અશોક શર્મા, ડીડીઓશ્રી અડવાણી એસ.પી. રવિ મોહન જિ. પં. પ્રમુખ મંજુબેન કારાવદરા, તા.પં. પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, પીજીવીસીએલ અધિક્ષક ડી.બી.કોડીયાતર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા ઉપસ્થિત રહેશે.

(1:14 pm IST)