Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદ પંથકમાં બે દિવસથી છુટોછવાયો વરસાદ પડતાં મોસમનો કુલ વરસાદ સરેરાશ ત્રીસ ઈંચ નોંધાયો

કેશોદ શહેરમાં નગરપાલિકાએ હાઈવે રોડ સંભાળ્‍યા પછી મરામતની કામગીરી ઠપ્‍પ થતાં રસ્‍તાઓ ધોવાઈ જતાં ખાડાઓનું રાજ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૭: કેશોદ શહેરમાં છેલ્લાં ચોવીસ કલાકથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્‍યારે સાતમ આઠમ નાં તહેવારો નો આનંદ ઉલ્લાસ ઓસરી ગયો છે. કેશોદ શહેરમાં છેલ્લાં ચોવીસ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્‍યો છે ત્‍યારે મોસમનો કુલ વરસાદ સરેરાશ ત્રીસ ઈંચ નોંધાયો છે. કેશોદ નગરપાલિકા દ્વારા શહેરમાં પસાર થતાં તમામ હાઈવે રોડ સંભાળ્‍યા બાદ ચોમાસામાં મરામતની કામગીરી હાથ ધરવામાં ન આવતાં સમગ્ર શહેરમાં ખાડાઓનુ રાજ આવી ગયું છે ત્‍યારે રાહદારીઓ અને વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યાં છે. જુનાગઢ જિલ્લા કક્ષાનો ધ્‍વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ શહેરમાં સફાઈ કામગીરી ઠપ્‍પ થઈ જતાં ઠેર ઠેર ભરાયેલા પાણી અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી રહી છે. કેશોદ શહેરની કાપડબજાર સહિતના વેપારીઓને જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે સારી ઘરાકી નીકળવાની આશા હતી જે મેઘરાજાએ ધમરોળી નાખી છે.

(1:09 pm IST)