Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો.ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ની ૫૪મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગરમાં ૮, માર્ચ ૧૯૬૮થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્‍થા ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી. (અપના બજાર)ની ૫૪મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી.

કાશી વિશ્વનાથ રોડ ઉપર આવેલા દયાશંકર બ્રહ્મ પુરી ખાતે સભા મળી હતી. આ સભામાં બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ ઉપરાંત અપના બજાર ના શેર હોલ્‍ડર્સ ઉપસ્‍થિત રહ્યા હતા અને આગામી સમયમાં સંસ્‍થાના આયોજન અંગે નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.

સભામાં ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ના ડાયરેક્‍ટરો અને શેર હોલ્‍ડર્સની ઉપસ્‍થિતિમાં પ્રારંભે સંસ્‍થાના ચેરમેન અને સાધારણ સભાના અધ્‍યક્ષ કે.પી. સરવૈયાએ સંસ્‍થાની પ્રગતિ અંગેના અહેવાલો અને પ્રવચન આપ્‍યું હતું. સંસ્‍થાના વાઇસ ચેરમેન મહેશ શાંતિલાલ મહેતા દ્વારા  આભાર વિધિ કરવામાં આવી હતી. દરમિયાન ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ના ડાયરેક્‍ટરોમાં કોર્પોરેટર નિલેશ બીપીનચંદ્ર કગથરા, ભીમદેવસિંહ આણંદસિંહ ચુડાસમા, આનંદ કરસનભાઈ ડાંગર, શાહબુદ્દીન અલીભાઈ અભવાણી, વિપુલ કાંતિલાલ મહેતા (ભુરાભાઈ), મનહરલાલ હીરાલાલ ત્રિવેદી, યોગીતાબેન શૈલેષકુમાર શેઠ, એ.કે.મહેતા, રોહિતભાઈ વિઠલાણી અને અપના બજાર એજન્‍સી નો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

જામનગરમાં એલપીજી ગેસ સિલિન્‍ડર સેવા અને પાઠ્‍યપુસ્‍તક વિતરણ વ્‍યવસ્‍થા સંભાળતી અપના બજાર સંસ્‍થા તરીકે ઓળખાતી ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ની સભામાં ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્‍યા હતા અને આવનારા સમયમાં સંસ્‍થાના હિત માટે વિવિધ મુદ્દાઓ પર  ચર્ચાઓ થઈ હતી. તાજેતરમાં જ સંસ્‍થાની ચૂંટણી દરમિયાન બિન હરીફ વરણી થતા નવા આવેલા બંને ડાયરેક્‍ટરોને ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ના ઉપસ્‍થિત સભાસદો એ આવકાર્યા હતા. આ ઉપરાંત છેલ્લા ૫૩ વર્ષથી અપના બજારમાં કામગીરી બજાવી નિષ્ઠાપૂર્વક સંસ્‍થામાં યોગદાન આપવા બદલ નિવળત્તિ લેતા તત્‍કાલીન મેનેજર મહેન્‍દ્રભાઈ શેઠનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મહેન્‍દ્રભાઈ શેઠે અપના બજારના ચડાવ ઉતાર અંગે ઉપસ્‍થિત સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધી જામનગર સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર કો. ઓપરેટિવ સ્‍ટોર્સ લી.ના ઇન્‍ચાર્જ મેનેજર સાગર કે. વોરાએ કર્યું હતું. (તસવીર કિંજલ કારસરીયા)

(12:59 pm IST)