Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જુનાગઢમાં વધુ છ મહિલા સહિત ૧૩ શખ્‍સો જુગાર રમતા ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ : જુનાગઢમાં તાલુકા પોલીસે વધુ છ મહિલા સહિત ૧૩ શખ્‍સોને રૂા. ૪ર હજારના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

જુનાગઢના અર્જુન પાર્ક ખાતે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકા પી.એસ.આઇ.ધોકડીયા વગેરે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે હરસુખ મગનભાઇ ગાંગડીયા તથા તેની પત્‍ની જયાબેન તેમજ સેજાદ મહેબુબ હાલા, ફેમતા કરીમ હાલ તથા તેની માતા શહેનાઝબેન  તેમજ પ્રકાશ હિંમાશુંભાઇ જોષી, વિજય ઘેલાભાઇ મજેઠીયા, ભવદીપ જગદીશ ધામેચા, પરેશ હસમુખ ઉગરેજા, દક્ષાબેન દિલીપભાઇ બાબરીયા,સરોજબેન દિનેશ ગાંગડીયા, શીલાબેન ભુપતભાઇ મકવાણા અને નેહલબેન આશિષભાઇ દયાતરને જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂા. ૧૩૦પ૦ થી રોકડ સહિત કુલ રૂા. ૪ર૦પ૦નો મુદામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:45 am IST)