Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આઝાદી માટે લડનાર મહાનસ્ત્રીની બેગમ હઝરત મહેલને ભૂલી ન શકાય : કડક

 મહુવા, તા. ૧૬ : અહીંના ફાતેમાબેન કડકે તમામ ભારતવાસીયોને ૭૫ મોં આઝાદીના દિવસની મુબારબાદ આપતા એક પ્રેસ યાદીમાં કહ્યુંકે ભારતની આઝાદીમાં મુસ્‍લિમોનું મહાન બલિદાનમા બેગમ હઝરત મહેલ ૧૮૨૦ ના જન્‍મેલા અને જે ૧૮૫૭ ની આઝાદી માટે લડ્‍યા હતા તે એકમાત્રસ્ત્રી હતી જેઓ હિમ્‍મત રાખીને બ્રિટિશરો સામે મુકાબલો કરયો.અને અંગ્રેજો તેમને જીન્‍દગી ભર સુધી પકડી ન શકયા તેવી મહાનસ્ત્રીને આપણે ભુલાવી નથી શકતા તથા સરફુદ્દૌલાહ, અને મૌલવી અહમદુલ્લાહ તથા શાહ ફૈઝાબાદી, ઉપરાંત રાજા જયલાલ અને મમ્‍મુ ખાન પણ લાંબા સમય સુધી અંગ્રેજો સામે લડ્‍યા. બૈગમ હઝરત મહેલનો  બાળપણનું નામ મૌહમ્‍મદી ખાતૂન હતું.  ચીનના યુદ્ધમાં બળવાખોર સૈન્‍યની જીત બાદ, હઝરત મહેલે ૫ જૂન, ૧૮૫૭ના રોજ અવધનો તાજ તેમના પુત્ર બિરજીસ કાદરને પહેરાવ્‍યો અને માર્ચ ૧૮૫૮ સુધીમાં, હઝરત મહેલે લખનૌમાં અંગ્રેજો સામે બળવાખોરોનું નેતળત્‍વ કર્યું.  નેપાળની જંગમા બહાદુર રાણાએ બેગમ હઝરત મહેલ, પુત્ર અને બાકીના સમર્થકોને નેપાળમાં આશ્રય આપ્‍યો.  બેગમ હઝરત મહેલનું ૭મી એપ્રિલ ૧૮૭૯ના રોજ નિધન થયું હતું.  તેમની સમાધિ નેપાળના કાઠમંડુમાં આવેલી છે.

(11:43 am IST)