Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદર : રખડતા આખલાના ત્રાસથી અનેકનો ભોગ લેવાય છતા તંત્ર સજાગ બનતુ નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા,૧૭: શહેરમાં રખડતા આખલાની ઢીંકે અનેક લોકોનો દર વર્ષે ભોગ લેવાય છે છતા સ્‍થાનિક તંત્ર દ્વારા પગલા લેવા માટે સજાગ બનતુ નથી તેમ માણેક ચોક ઓટલા સમિતિના જમનમામાએ જણાવેલ છે.
તાજેતરમાં રાજયના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇને એક ગાયે પછાડતા નીતિનભાઇને ઇજા થયેલ હતી બીજીબાજુ શહેરમાં આખલાના ત્રાસ કાયમી રહે છે. આખલાની ઢીંકે દર વર્ષે અનેકનો ભોગ લેવાય છે.
આખલાએ ઢીંકે ચઢાવ્‍યાના અહેવાલોથી ટી.વી. મીડિયા કાગરોલ  મચાવી દયેછે ત્‍યારે સ્‍થાનિક તંત્ર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા ગંભીર બનતું નથી.
આખલાના ત્રાસથી લોકોને મુકત કરવા તંત્રને અનેક વખત કોર્ટ દ્વારા માર્ગદર્શન અપાય છે. પરંતુ તંત્ર કમર કસતુ નથી સરકાર કાયદો બનાવવામાં પડતી લાચારી અનુભવે છે તેમ જમનમામાએ જણાવેલ છે

 

(10:25 am IST)