Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદર ગોઢાણિયા બીએડ કોલેજનું ૧૦૦ ટકા પરિણામ

પોરબંદરઃ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બી.એઙ દ્વિતીય સેમેસ્‍ટરના પરિણામ જાહેર થતાં ડો.વી.આર ગોઢાણીમાં બી.એડ કોલેજનું સો ટકા પરિણામ જાહેર થયું છે. બી.એડ કોલેજના આચાર્ય અને એકટીવ ટ્રસ્‍ટી ડો.હિનાબેન ઓડેદરાની માર્ગદર્શન તળે ભકત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શ્રેષ્‍ઠ પરિણામ આ કોલેજે મેળવ્‍યું છે. જેમાં કોલેજના ૬૨ તાલીમાર્થીઓએ ૯૦%થી વધુ માર્કસ મેળવ્‍યા છે ૯૫ ટકાથી વધુ એક, ૮૫%થી વધુ ૨૯ અને ૮૦%થી વધુ ૭ ગુણો પ્રાપ્ત કર્યા છે.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ દ્વિતીય સેમેસ્‍ટરનું પરિણામ જાહેર થતાં કોલેજમાં શ્રીપરમાર ખ્‍યાતિ વાનાભાઇ(સાયન્‍સ) ૯૫.૨૦% સાથે, પ્રથમ, દ્વિતીય સ્‍થાનેશ્રી ઓડેદરા હીરાબેન દેવશીભાઇ(સાયન્‍સ) ૯૪.૭૨ ટકા તન્ના હેનાબેન, મહેન્‍દ્રભાઇ (સાયન્‍સ) ૯૪.૫૬ ટકા સાથે તૃતીય સ્‍થાન, ભોગાયતા માધવીબેન કીશોરભાઇ (અંગ્રેજી) ૯૪.૪૦ ટકા સાથે ચતુર્થ અને પાંચમા સ્‍થાને રાતડીયા અનિરુદ્ધભાઇ અરજનભાઇ (વિજ્ઞાન) ૯૪.૨૪ ટકા સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. આ કોલેજમાં યુવકો કરતાં યુવતીઓ મોખરે રહી છે.(૪૦.૨શ્રાવ)

 

(10:20 am IST)