Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ,સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકીંગ ફિશિંગ કરવા ગયેલી સૌરાષ્ટ્રની 21 જેટલી બોટની અટકાયત

અસલ દસ્તાવેજો જપ્ત કરી વેરાવળ ફિશરીસ ઓફીસ ખાતે વેરિફિકેશન માટે મોકલ્યા

 

અરબી સમુદ્રમાં ફિશિંગમાં ગયેલી 21 જેટલી બોટો સુરક્ષા એજન્સીને હાથ લાગી છે. પોરબંદર અને વેરાવળની 21 બોટોને કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ દરમિયાન અટકાવવામાં આવી છે. 1 પોરબંદરની અને 20 વેરાવળની કુલ 21 ફિશિંગ બોટોના અસલ દસ્તાવેજો જપ્ત કરી વેરાવળ ફિશરીસ ઓફીસ ખાતે વેરિફિકેશન માટે મોકલ્યા છે.

  માછીમારોની ફિશિંગની સીઝન શરૂ થયાના બે દિવસમાં ફિશિંગ બોટો અને માછીમારો વિવાદમાં આવ્યા છે. એક તરફ ભારતીય જળ સીમાએ પાક મરીનના પડાવ છે. તો અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકીંગ છે

(11:07 pm IST)