Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

લાઠીના લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમીકે ગર્ભવતી મહિલા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

પરિવારના અન્ય લોકોને મારી નખવાની ધમકી આપી: આરોપી રાજુ વાસ્કેલાની ધરપકડ

અમરેલી જીલ્લાના લાઠીના લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિકે ગર્ભસ્થ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.નરાધમે  છરીની અણીએ 22 વર્ષીય ખેતમજૂર પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પરિવારના અન્ય લોકોને મારી નખવાની ધમકી આપી હતી.

  લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને રાજુ વાસ્કેલાની ધરપકડ કરી છે. 15મી ઓગસ્ટની મોડી રાતે બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

(10:50 pm IST)