Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમરેલીમાં ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસના આરોપી સામે વૈજ્ઞાનિક ઇલેકટ્રોનીક દસ્તાવેજો સાથે કોર્ટમાં ૩૨૦ પાનાનું ચાર્જશીટ રજ

પાંચેય આરોપીઓને ભોગ બનનાર બાળએ એકઝી મેજી.સમક્ષ ઓળખી બતાવેલ : અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ઇન્ચા.પોલીસ ઇન્સ.એ એફએસએલની મદદ લઇ તમામ પ્રકારના સજજડ પુરાવાઓ મેળવ્યા છે

અમરેલી, તા.૧૭: ગઇ તા.૨૭/૦૬/૨૦૧૯ ના રોજ પેટના દુખાવાની સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવેલ અમરેલીની સગીરાની ડોકટરશ્રીએ તપાસ કરતાં અને શ્ભ્વ્ ટેસ્ટ કરતા આ સગીરા પ્રેગ્નેન્ટ હોવાનું જાણવા મળેલ. સગીરાના માતા પિતાએ તેણીને હિમ્મત આપતા ભોગ બનનાર સગીરાએ પોતાની સાથે થયેલ દુષ્કર્મની વાત કરતા આરોપીઓએ ભોગ બનનારને અવાર-નવાર ધાક-ધમકી આપી, ડરાવી, ધમકાવી, બળાત્કાર કરેલ હોવાની અને ભોગ બનનાર સગીર વયની, નાસમજ હોય, આરોપીઓના ડરના કારણે પોતાના ઉપર થતા અત્યાચારની હકિકત પોતાના માતા-પિતા કે અન્ય કોઇને જણાવેલ ન હતી અને આરોપીઓએ ગુજારેલ બળાત્કારના કારણે ભોગ બનનારને દોઢ માસનો ગર્ભ રહી ગયેલ હોવાની હકીકત બહાર આવેલ હતી.

ફરિયાદની વિગત મુજબ અમરેલીના રહેવાસી પાંચ આરોપીઓએ ભોગ બનનાર સગીર વયની હોવાની જાણકારી હોવા છતા, તેણીની અપરીપકવતાનો લાભ લેવા, તેણીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ભોગ બનનારની આબરૂ લેવાના ઇરાદે અવાર-નવાર તેણીનો પીછો કરી જાતીય માંગણી કરી, અમરેલી મુકામે, ઠેબી નદીના ડેમના પાળા પાસે બાવળની કાંટમાં, તથા ભોગ બનનારના ઘર પાછળ, ઠેબી નદીના કાંઠે, બોલાવી, લઇ જઇ ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ, જાતીય હુમલો કરી, બળાત્કાર કરી, તથા ભોગ બનનારની સાથે પોતાની કામવાસના સંતોષવાના સમાન ઇરાદે એક-બીજા સાથે જઇ, વારા-ફરતી એક પછી એક, એમ વારંવાર સામૂહિક બળાત્કાર કરી, ભોગ બનનારને દોઢ માસનો ગર્ભ રાખી દઇ,  પોતાના મોબાઇલ ફોનમાં ભોગ બનનાર ફરિયાદી તથા પોતાનો અશ્લીલ વિડિયો કલીપ ઉતારી, તથા ભોગ બનનાર સાથે ફોટા પાડી, પાંચેય આરોપીઓએ ભોગ બનનારની સગીર વય અને અપરીપકવતાનો લાભ લેવાના સમાન ઇરાદે, એક બીજાની મદદગારી કરેલ હોય જે અંગે સગીરાની ફરિયાદ પરથી ર્ંઅમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૭/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૬(ડી)(એ), ૩૭૬(૨)(એલ), ૩૭૬(૨)(જે), ૩૭૬(૩)(એન), ૩૭૬(૩), ૩૭૭, ૩૫૪(ડી)(એ), ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૫૧૧, ૩૪, ૧૧૪ તથા પોકસો એકટ કલમ-૪, ૬, ૮, ૧૨ ૧૪, ૧૭, ૧૮ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ કલમ ૬૭, ૬૭(એ), ૬૭(બી)ર્ં મુજબ ગુન્હો રજી. થયેલ હતો. જેની તપાસ ર્ંઅમરેલી સીટી પો.સ્ટે. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.એમ.એ.મોર્રીં ને સોંપવામાં આવેલ હતી.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાયે સદરહું ગુન્હામાં સદ્યન તપાસ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ મેળવવા તપાસ કરનાર અધિકારી શ્રી.એમ.એ.મોરી, ઇન્ચાર્જ પો.ઇન્સ. અમરેલી સીટી પો.સ્ટે.ને તપાસ સબંધિત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તપાસ દરમ્યાન એફ.એસ.એલ.અધિ.શ્રી.ની મદદ લેવામાં આવેલ હતી અને પુરતા પુરાવાઓ મેળવી પાંચ આરોપીઓને અટક કરવામાં આવેલ.

ંઅટક કરેલ આરોપીઓમાં યાહિયા ઉર્ફે આયન યુનુસભાઇ લુલાણીયા, (ઉં.વ.૨૦), ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.અમરેલી, પાણી દરવાજા, જાવેદ ઉર્ફે જાવલો મજીદભાઇ પઠાણ, (ઉં.વ.૨૨), ધંધો. નોકરી, રહે.અમરેલી, અસગર ઉર્ફે અસરત શબ્બીરભાઇ મજીઠીયા, (ઉં.વ.૨ર), ધંધો.હેર કટીંગનો, રહે.અમરેલી, અરબાઝ ઉર્ફે અબુ દિલાવરભાઇ ઉર્ફે ફીરોજભાઇ ઙ્ગભટ્ટી (મજીઠીયા), (ઉં.વ.૧૯), ધંધો.મજુરી, રહે.અમરેલી, ખત્રીવાડ, ઇમરાન ઉર્ફે ઇમુ હનીફભાઇ સૈયદ(કાદરી) ઉર્ફે કિશન ચંદુભાઇ સોલંકી, (ઉં.વ.૨૫), ધંધો.મજુરી, રહે.અમરેલીની સામેઙ્ગગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમ્યાન મળેલ વૈજ્ઞાનિક, ઇલેકટ્રોનીક, સાંયોગીક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવેલ છે જેમાં

ભોગ બનનારની ર્ંમેડીકલ તપાસર્ણીં કરાવી ગુન્હા સમયે તેણીએ પહેરેલ કપડાંઓ કબ્જે લેવામાં આવેલ છે, ભોગ બનનારનું ર્ંજયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી રૂબરૂ ઘ્શ્વ.ભ્.ઘ્.ક.૧૬૪ મુુજબનું નિવેદર્નં લેવડાવતાં તેણીએ પોતાના નિવેદનમાં ફરિયાદ મુજબની હકીકત જણાવેલ છે, આરોપીઓને અટક કરી તેઓએ ર્ંગુન્હો કરતી વખતે પહેરેલ કપડાં તથા ગુન્હો કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહર્નોં ડીસ્કવરી પંચનાર્માં કરી કબ્જે કરવામાં આવેલ છે. અટક કરવામાં આવેલ પાંચેય આરોપીઓને ભોગ બનનાર સગીરાએ ર્ંઓળખ પરેર્ડં દરમ્યાન તાલુકા એકઝી. મેજીસ્ટ્રેટશ્રી.અમરેલીનાઓ રૂબરૂ ઓળખી બતાવેલ છે.

આમ, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ તપાસ દરમ્યાન ર્ંસજ્જડ પુરાવાઓર્ં મેળવવામાં આવેલ છે અને ર્ંપોલીસ અધિક્ષક સા.શ્રી.અમરેલીનાઓના માર્ગદર્શન તળે તપાસ કરનાર અધિકારી દ્વારા પાંચેય ઙ્ગઆરોપીઓ વિરૂધ્ધ ર્ં૩ર૦ પાનાનું ચાર્જશીર્ટં  નામ.કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.

(3:56 pm IST)
  • ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ૧૩ ગામોને એલર્ટ કરાયા access_time 3:32 pm IST

  • રાજસ્થાનના પુસ્કરમાં વરસાદે તોડ્યો રેકોર્ડ :બેંગુમાં ૧૨ ઈંચ : સરોવરના પાણી ખેતરમાં પહોંચ્યા : ઉદયપુરના સુંયાજીમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા ૨ના મોત : ભીલવાડામાં ફરીથી વરસાદનું આગમન : નાગદી બંધ, રાતડિયાસ બંધ ઓવરફલો : પ્રતાપગઢ જિલ્લામાં ૫ દિવસથી વરસાદ : મુંગાના ગામનો સંપર્ક તૂટ્યો : ડેમોને બચાવવા નદીઓના છોડાયા પાણી : નિચાણ વિસ્તારો એલર્ટ ઉપર મૂકાયા access_time 3:33 pm IST

  • પઠાણકોટ બોર્ડર સીલ કરીઃ પંજાબમાં એલર્ટઃ પઠાણકોટમાં ૪૦ જગ્યાએ નાકાબંધી કરી access_time 4:51 pm IST