Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જૂનાગઢમાં ચોરીનો માલ સગેવગે કરે તે પહેલા પાંચ શખ્સોને એલસીબીએ ઝડપી લીધાઃ રીમાન્ડની તજવીજ

તા.૧૭ : રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંદ્ય સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇ.ચા.પોલીસ ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ તેઓના પો.સ્ટાફ સાથે ચોરીઓના ગુન્હા શોધી કાઢવા અને વધુ ગુન્હા બનતા અટકાવવા માટે અગાઉ જે સ્થળે ચોરીઓ થયેલ હોય તે સ્થળો નજીકના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજનું વિશ્લેષણ કરી તેમજ ટેકનીકલ સેલ ટીમની મદદ મેળવી તપાસ હાથ ધરેલ. આ દરમ્યાન ઇચા. પો.ઇન્સ. આર.કે.ગોહિલ તેઓના સ્ટાફ સાથે તા.૧૨/૦૮/૨૦૧૯ ના રોજ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. અને માળીયા હાટીના તાલુકાના આંબેચા ધાર પાસે આવતાં ઇચા.પો.ઇન્સ. આર.કે.ગોહિલ તથા પો.હેડ કોન્સ. એચ.વી.પરમાર તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટાનાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, અમરાપુરગીર તરફથી ગળોદર તરફ બે મો.સા. ઉપર પાંચ ઇસમો ચોરી અગરતો છળકપટથી મેળવેલ મુદામાલ સાથે જવા માટે નિકળેલ છે. અને આ મુદામાલ તેઓ વહેચવા માટે નિકળેલ છે. અને ગળોદર તરફ જવાના છે. તેવી હકિકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આંબેચા ધાર પુલ પાસે વોચમાં રહેતા માળીયા અમરાપુર (ગીર) તરફથી બે મો.સા. ઉપર પાંચ ઇસમો ગળોદર તરફથી આવતા તેઓને રોકાવી ચેક કરતાં તેમની પાસેથી ચોરી માટે ઉપયોગમાં લેવાતા ઓજાર ગીલોલ, લોખંડનો હથોડો (દ્યણ), તણી વિગેરે શંકાસ્પદ મળી આવતા તેમની પાસેથી નીચે મુજબનો મુદામાલ સી.આર. પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે લઇ ચાર ઇસમોને સી.આર.પી.સી.કલમ ૪૧(ડી) મુજબ ધોરણસર અટક કરેલ અને તેમની સાથેના કાયદાના સંદ્યર્ષમાં આવેલ સગીર બાળકને તેનાં વાલી વારસને સોંપી આપેલ. જે ઇસમોની પુછપરછ કરતાં ચોરીઓ કરેલાની હકિકત જણાવેલ છે.

 પકડાયેલ આરોપીઓૅંમાં ૧) કરણ ઉર્ફ સંગી  બટુકભાઇ હલુભાઇ જખાનીયા,દે.પુ. ઉવ.૧૯ રહે. મુળ ઢાંઢણી તા.રાજકોટ હાલ મોરબી જકાત નાકા પાસે ઝુપડ પટ્ટી,  વિક્રમ ઉર્ફે વિકુડો ઉર્ફે વિકી  મસાભાઇ રામભાઇ વાજેલીયા,દે.પુ. ઉવ.૨૫ રહે.મુળ દેતડીયા તા.ગોંડલ હાલ ભાવનગર નારી ચોકડી ઝુપડ પટ્ટી, ભનુ ઉર્ફે મનસુખ ૫/૦ શંભુભાઇ નાનજીભાઇ વાદ્યેલા,દે.પુ. ઉવ.૪૦ રહે. મુળ જામકંડોણા ઇન્દ્રાનગર જી.રાજકોટ હાલ રાજુલા મહુલા રોડ ઝુપડ પટ્ટી, હરસુખ ઉર્ફે પોપટ  શંભુભાઇ નાનજીભાઇ વાદ્યેલા,દે.પુ. ઉવ.૨૫ રહે. મુળ જામકંડોણા ઇન્દ્રાનગર જી.રાજકોટ હાલ રાજુલા મહુલા રોડ ઝુપડ પટ્ટી, ભનુ ઉર્ફે મનસુખ તથા વિક્રમ ઉર્ફે વિકુડો તથા હરસુખ ઉર્ફે પોપટ તથા રાહુલ ઉર્ફે સિકલો તથા કરણ ઉર્ફે સંગી પાંચેય જણા ચોરી કરવા માટે જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના ગામે ગયેલ હતા. જયા માળીયા કેશોદ હાઇવે ઉપર એક કારખાનુ આવેલ છે. તે કારખાનાની પાછળ ખોલીઓ (ઓરડીઓ) આવેલ છે. તેમાંથી એક મોબાઇલ ફોન તથા પાંચ હજાર રોકડાની ચોરી કરેલ હતી. આ વખતે કારખાને મજુર જાગી જતા એક મજુરને અંદર ઓરડીમાં પુરી દિધેલ હતા અને હરસુખ ઉફે પોપટ તથા કરણ ઉફે સંગીએ તેની પાસે કુહાડી હતી. તે ઓરડીના દરવાજામાં મારેલ અને રાહુલ ઉર્ફે સિકલા પાસે ગીલલ હતી. તેનાથી પથ્થરો મજુરોને મારેલ હતા. આ વખતે હો દેકારો થતા પાંચેય જણા ત્યાથી ભાગી ગયેલ હતા. જે ચોરી કરેલ પાંચ હજાર રૂપિયા ભનુ પાસે હોવાનુ અને મોબાઇલ ફોન રાહુલ ઉર્ફે સિકલાએ રાખેલ હતો.

ગઇ તા.૨૦/૦૭/૨૦૧૯ થી તા.૨૧/૦૭/૨૦૧૯ ની રાત્રી દરમ્યાન ભનુ ઉર્ફે મનસુખ તથા વિક્રમ ઉર્ફે વિકુડો તથા હરસુખ ઉર્ફે પોપટ તથા રાહુલ ઉર્ફે સિકલો તથા કરણ ઉર્ફે સંગી પાંચેય જણા કેશોદ તાલુકાના સોંદરડા ગામે આવેલ એક કારખાનામાંથી રોકડા રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી કરેલ છે.

ગઇ તા.૨૦/૦૭/૨૦૧૯ થી તા.૨૧/૦૭/૨૦૧૯ ની રાત્રી દરમ્યાન ભનુ ઉર્ફે મનસુખ તથા વિક્રમ ઉર્ફે વિકુડો તથા હરસુખ ઉર્ફે પોપટ તથા રાહુલ ઉર્ફે સિકલો તથા કરણ ઉર્ફે સંગી પાંચેય જણા કેશોદ તાલુકાના સોંદરડા ગામે ઉપરોકત કારખાનાની બાજુમાં આવેલ કારખાનામાંથી એક મોટર સાયકલ જીજે-૨૫-એફ-૬૧૭૯ ની ચોરી કરેલ છે.

ગઇ તા.૨૦/૦૭/૨૦૧૯ થી તા.૨૧/૦૭/૨૦૧૯ ની રાત્રી દરમ્યાન ભનુ ઉર્ફે મનસુખ તથા વિક્રમ ઉર્ફે વિકુડો તથા હરસુખ ઉર્ફે પોપટ તથા રાહુલ ઉર્ફે સિકલો તથા કરણ ઉર્ફે સંગી પાંચેય જણા કેશોદ તાલુકાના સોંદરડા ગામે મો.સા. ચોરી કરેલ તે કારખાની બાજુમાં આવેલ કારખાનામાંથી રોકડા રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ છે. આવી રીતે ૪૬ જ્ગ્યાએ ચોરી કર્યાનુ ખુલ્યુ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં    મોબાઇલ ફોન નં.૮ કિ.રૂ.૭૦૦૦/- , રોકડા રૂમ.૫૦૦૦/-,  ગીલોલ -૧ કિ.રૂ.૦૦/-, લોખંડનો હથોડો (દ્યણ) -૧ કિ.રૂ.૦૦/-, તણી -૧ કિ.રૂ.૦૦/-,  હિરોહોન્ડા નં.GJ-25-F-6179 કિ.રૂ.૨૦,૦૦૦/- તથા હિરોહોન્ડા નં. GJ-11-MM-5989 કિ.રૂ.૨૦,૦૦૦/-નો સમાવેશ થાય છે.

આ શખ્સ  રાત્રીના સમયે હાઇ-વે ઉપરના કારખાના, બંધ મકાન, દુકાનને ટારગેટ કરવા.  જે-તે જગ્યાએ ચોરી કરવા જાય તે જગ્યાની આજુ-બાજુના વિસ્તારમાંથી મો.સા. ચોરી કરવી તેમજ ચોરી કર્યા બાદ રસ્તામાં ગમે ત્યાં મો.સા. છોડી દેવું.  ચોરીવાળા સ્થળેથી વધુમાં વધુ મોબાઇલ ચોરી કરી લઇ જઇ બીજી જગ્યાએ ચોરી કરવા જાય તે જગ્યાએ ચોરેલ મોબાઇલનો ઉપયોગ કરવો.

૪ ગુન્હામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી  ભનુ ઉર્ફે મનસુખ  શંભુભાઇ નાનજીભાઇ વાદ્યેલા, દે.પુ. ઉવ.૪૦ રહે. મુળ જામકંડોણા ઇન્દ્રાનગર જી.રાજકોટ હાલ રાજુલા મહુલા રોડ ઝુપડ પટ્ટીવાળો હોવાનુ ખુલ્યુ છે.  આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ.ના ઇન્ચા. પો.ઇન્સ.આર.કે.ગોહીલ તથા ડીટેકશન સેલના પો.સ.ઇ. શ્રી ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ.બી.કે.સોનારા, એચ.વી.પરમાર, વી.એન.બડવા તથા પો.કોન્સ. સાહિલ હુશેનભાઇ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ, જીતેષ હાજાભાઇ, ડાયાભાઇ કાનાભાઇ, માનસીંગભાઇ જીવાભાઇ, કાનાભાઇ દાનાભાઇ, રાજેશ્રીબેન ભુરાભાઇ તથા પો.અધિ.સા. જૂનાગઢના પ્રોહી/જુગાર સ્કવોડના ધર્મેશભાઇ સુરશીભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(3:55 pm IST)
  • આંધ્ર પ્રદેશના પૂર્વ ચિફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુને બંગલો ખાલી કરી દેવાની નોટિસ : ક્રિષ્ના નદીમાં પાણીના ભારે પૂરના કારણે નદી કાંઠે આવેલું નિવાસ સ્થાન ભયગ્રસ્ત હોવાનું કારણ access_time 12:18 pm IST

  • ૧૦ દિવસ સુધી હવે વરસાદી દોર પુર્વ ભારત સુધી સીમિત રહેશે : જયારે ૨૭ ઓગષ્ટ સુધી મુંબઇમાં ખુબ ઓછો વરસાદ પડતો જોવા મળશે : દરમિયાન મહાબળેશ્વરમાં ઓગષ્ટમાં અત્યાર સુધીમાં રેકર્ડબ્રેક ૧૨૦ ઇંચ ઉપર વરસાદ પડી ગયો છે. હજુ અડધો ઓગષ્ટ બાકી છે. : ઉત્તરીય તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડયો છે. access_time 4:50 pm IST

  • ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના ૧૩ ગામોને એલર્ટ કરાયા access_time 3:32 pm IST