Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જેતપુરમાં જુગારના બે દરોડાઃ અડધા લાખની રોકડ સાથે ૧૫ શખ્સો પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો  નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ૧૭ : શહેરમાં દારૂ જુગારની બદીઓ દુર કરવા  સીટી પી.આઇ વી.કે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.યુ. ગોહેલે સ્ટાફના મજનુભાઇ મનાત પ્રતાપસિંહ ને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન નવાગઢ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે નવાગઢ  મંદિર પાસે જુગાર અંગેની રેડ કરતા જાહેરમાં જુગાર રમતા રાજેષ ગોબરભાઇ કેશુભાઇ અનીલ સાગરભાઇ સાંગાણી મુકેશ ભૂપતભાઇ (રહે. તમામ જાગૃતીપરા) દિલીપ બટુકભાઇ જગદીશ બટુકભાઇ કૈલાશ મહાદેવભાઇ (રહે. ત્રણેય ધોરાજી રોડ)પાંડુસંગ દગડુભાઇ (રહે પઢેલા )ને રોકડ રૂ. ૨૬.૦૫૦ સાથે પકડી પાડેલ હતા.  અન્ય રેઇટમાં સીઠી પી.આઇ. વી.કે પટેલ સ્ટાફના સંજયભાઇ પરમાર, નારણભાઇ પંચાણીયા, ચેતનભાઇ ઠાકોર, લખુભા રાઠોડ તથા રામજીભાઇ ગરેજાએ  બાવળાવાળા પરા વિસ્તારમાં જુગાર અંગેની રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા દિનેશ વલ્લભભાઇ ડોલરીયા, ઉદયગીરી અશોકગીરી  ગૌસ્વામી સુમીત રમણલાલનાયક રોહિત લાલજીભાઇ ઠેસીયા સીતારામ મનહરલાલ દેસાણી (રહે. તમામ બાવળાવાળા પરાને રોકડ રૂ. ૨૪.૧૧૦ સાથે પકડી પડેલ. આમ બન્ને રેઇડ દરમ્યાન શહેર પોલીસે કુલ રૂ. ૫૦,૧૬૦ની રોકડ સાથે ૧૫ શખ્સોને ,પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(3:54 pm IST)