Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

લીંબડીની હોટેલના પાર્કિગમાં કાર સળગી

આજે સવારે લીંબડીની હોટેલ જમુનાના પાર્કિગમાં એક કાર સળગી ઉઠી હતી. આગળના ભાગે અચાનક ભડકો થયા બાદ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને તેના કારણે નાશભાગ મચી ગઇ હતી. જો કે આ કાર કોની છે? તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી.આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી નહોતી. સળગતી કારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વઢવાણના પ્રતિનિધિના કહેવા મુજબ કાર રેઢી પડી હતી તેમાં આગ લાગી હતી. માલિકનું નામ જાણવા મળ્યું નથી.

(3:53 pm IST)
  • જે ૭૦ વર્ષમાં કોંગ્રેસ કરી ન શકી તે મોદી સરકારે ૭પ દિવસમાં કરી બતાડયું : જિંદમાં અમિત શાહની સિંહ ગર્જના : ૭પ દિ'માં સરદાર પટેલનું સપનું પુરૂ કર્યું : ૭૦ વર્ષમાં વોટબેંકની લાલચમાં કોંગ્રેસ કરી ન શકી : ૭પ દિ'માં સરકારે ખેડૂતો-વેપારીઓને પેન્શન આપ્યું access_time 4:12 pm IST

  • 'મને કાશ્મીર મોકલો હું તેમની સાથે વાત કરીશ' : આર્ટીકલ ૩૭૦ રદ કરાયા બાદ મમતાએ મધ્યસ્થી કરવાની ઓફર કરી: આર્ટીકલ ૩૭૦ રદ કરાયાના એક દિવસ પહેલા કાશ્મીરના એક પૂર્વ મુખ્યમંત્રીએ મને મદદ માટે ફોન કર્યો હતો. પણ કમનસીબે હું તેમની કોઇ મદદ કરી ના શકી, આજે લોકો દ્વારા ચૂંટાયેલા ત્રણ પૂર્વ મુખ્યમંત્રી કયાં છે તે જાણવાનો દેશનો અધિકાર છે : મમતા બેનરજી access_time 11:30 am IST

  • અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત કટોકટી ભરી... : પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની સ્થિતિ બેહદ નાજુક બની ગઇ છે. આજે કોવિંદજી, નરેન્દ્રભાઇ, અમીતભાઇ સહિતના નેતાઓ એઇમ્સ ખાતે દોડી ગયા હતા access_time 4:51 pm IST