Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જુનાગઢ જેલની ઝડતી ડબલ સીમકાર્ડવાળો મોબાઇલ મળ્યો

ઝડપી સ્કવોડે ત્રણ કલાક કર્યુ સર્ચ

જુનાગઢ, તા. ૧૭ :   જુનાગઢ જેલની ઝડપી સ્કવોડે ઓચિંતી ઝડતી કરતા ડબલ સીમકાર્ડ વાળો મોબાઇલ મળી આવ્યો હતો.

જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના પોલીસ મહાનિર્દેશકની ઝડતી સ્કવોડના દેવશીભાઇ રણમલભાઇ વગેરે ગઇકાલે બપોરના ઓચિંતા જુનાગઢ જેલમાં ખાબકયા હતા અને ત્રણ કલાક સર્ચ કર્યુ હતું.  આ સર્ચ ઓપરેશન દરમ્યાન ઝડપી સ્કવોર્ડને જેલમાંથી નોકીયા કંપનીનો ડબલ સીમકાર્ડ વાળો મોબાઇલ ફોન અને જિઓ કંપનીનું સીમકાર્ડ મળી આવેલ આથી મોબાઇલ ફોન અને સીમાકાર્ડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આ બારામાં ઝડપી સ્કવોર્ડે અજાણ્યા કેદી સામે જુનાગઢ જિલ્લા જેલમાં મોબાઇલ ફોન અને સીમકાર્ડનો અનઅધિકૃત ઉપયોગ કરવાનો ગુનો નોંધાવતા એ-ડીવીઝન પોલીસે જુદી જુદી કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પી.એસ.આઇ. એ. એલ. બારસીયા ચલાવી રહ્યા છે. અગાઉ પણ જુનાગઢ જિલ્લા જેલમાંથી મોબાઇલ ફોન સહિતની પ્રતિબંીધત વસ્તુ મળી આવેલ પરંતુ જે અંગે કોઇ કેદીની ધરપકડ કરવામાં આવી હોય તેની માહિતી નથી.

(3:30 pm IST)